Author: Vikram Raval

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬૦ કલાકથી થઈ રહેલા ભારે વરસાદથી ૧૧૭ થી વધુ મકાનોને નુકસાન થયું હતું Lucknow, તા.૨૮ Arnab Stormsએ ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ ભારે તારાજી સર્જી હતી. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તિવ્ર પવન ફૂંકાવાથી વૃક્ષો અને કાચા મકાન તૂટી પડયા હતા. રાજ્યમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૬૦ થઈ ગયો છે. બીજીબાજુ બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ છેલ્લા ૭૨ કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે હજારો ગામ ટાપુ બન્યા છે.ઉત્તર પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જતા સામાન્ય…

Read More

Balochistan, તા.૨૮ Balochistanમાં ભારે તંગદીલીની સ્થિતિ છે, અફઘાનિસ્તાનીઓ સરહદેથી પાક. સૈન્ય સામે લડી રહ્યા છે જ્યારે બલુચિસ્તાનમાં અંદર બલોચ આર્મીના બળવાખોરો લડી રહ્યા છે. એવામાં છેલ્લા ૯૬ કલાકમાં બલુચિસ્તાનમાં પાક. સૈન્યએ ૭૩ લોકોનો ભોગ લીધો છે. જ્યારે સરહદે ૨૮ અફઘાનિસ્તાનીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન જઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. એટલે કે આ બલુચિસ્તાન પ્રાંતમાં આશરે ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. બલુચિસ્તાનના ઝીયારત, નોકશી સહિતના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પાક. સૈન્ય ત્રાટક્યું હતું. પાક. સૈન્યના મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે પણ લોકો માર્યા ગયા છે તેઓમાં મોટાભાગના આતંકવાદીઓ છે. ૨૧મી તારીખથી પાક. સૈન્ય દ્વારા બલુચિસ્તાનમાં આ હત્યાકાંડ માટે…

Read More

Bangladeshમાં ચૂંટણી પછી તારિક રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ લઘુમતીઓ પરના અત્યાચારો અટક્યા નથી Bangladesh, તા.૨૮ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓ થતાં જ રહ્યા છે. દેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિંદુની હત્યા થતા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લુઈસ ગેટની પાસે ૫૦ વર્ષના એક જ્વેલરનું શબ પાણીમાં તરતા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યું છે. મૃતક શખ્સ નિરંજનચંદ્ર સૂત્રધાર અહીંની અઠારવાડી બિલ્ડિંગ વિસ્તારમાં ઝવેરાતની દુકાન ચલાવતા હતા.લોકોએ પાણીમાં ભૂરા ડ્રમને તરતું જોઈને પોલીસને જાણ કરી. પોલીસે ડ્રમને બહાર કાઢીને શબનો કબજો લીધો. મૃતકના ખિસ્સામાંથી મળેલા ક્રેડિટ યુનિયનના કાર્ડમાં એનું નામ લખેલું હતું, જેના પગલે શબ ઓળખી શકાયું. મૃતક, જવેલરનો પુત્ર હતો.એની…

Read More

ઓપનAIના એજન્ટ્‌સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્‌સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું New York, તા.૨૮ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્ષમતાઓ અંગે ટેન્કોલોજી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે હવે તેના જોખમો સામે આવી રહ્યા છે. ઓપનએઆઈના એજન્ટ્‌સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્‌સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતાં જ ઓપનએઆઈએ તેના નવા મોડેલ્સની તાલિમ પડતી મૂકવી પડી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઓપનએઆઈના એજન્ટ્‌ેસે યુઝર્સના સવાલોના જવાબ શોધતા અમેરિકાની સરકારી વેબસાઈટ્‌સનો ડેટા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને કંપનીને તેની જાણ પણ નહોતી. એઆઈ એજન્ટ્‌સે શિક્ષણ વિભાગ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને…

Read More

ઈરાને Hormuz સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો Washington, તા.૨૮ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Hormuz સામુદ્રધુનીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તુરત જ ખોલવા માંગે છે, કારણ કે ખાડી બંધ થવાથી તેની આવક પર અસર પડી રહી હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે.ટ્રમ્પે કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવક રળે છે અને હવે પૈસાની અછત સર્જાઇ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો છે. ટ્રમ્પે…

Read More

‘ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, તેના ‘કોમ‘ સ્થિત સચિવાલય પર બોંબમારો કરવામાં આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા New York, તા.૨૮ ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇને તહેરાનની એક હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ તે સમયે અમેરિકી અને ઇઝરાયેલી હુમલાનો શિકાર બની હતી. જ્યારે તેમને પહેલા હુમલા બાદ ત્યાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ઇરાનની ‘ એસેમ્બલી ઓફ એક્સપટ્‌ર્સ’ના સભ્ય મોહસેન હૈદરીએ કતરી ટેલીવિઝન નેટવર્ક ‘અલ અરબી’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ ના અનુસાર, હૈદરીએ કહ્યું , “ઘાયલ થવા અને હોસ્પિટલ લઇ ગયા બાદ પણ…

Read More

ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા Taizi, તા.૨૮ યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ (જાહેર બજાર) આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ તબાહીનો ખોફનાક મંજર સામે આવ્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ૭ નિર્દોષ લોકોના મોત થયા છે અને બાળકો સહિત ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. હુથીઓના ‘અલ-મસીરા’ ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં માર્કેટમાંથી ધુમાડાના ગોટા ઉડતા અને ખાદ્યસામગ્રી ભરેલા ગોડાઉન તબાહ થયેલા…

Read More

મહોબિયા ફિલ્મ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ દિવસ પહેલા મેકર્સે ફિલ્મના તમામ પાત્રોને રજૂ કર્યા હતા Mumbai, તા.૨૮ સોશિયલ મીડીયા સ્ટાર અને એક્ટ્રેસ અંજલિ અરોરાની ફિલ્મ  ‘મહાકાવ્ય શ્રી Ramayana કથા’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. જો કે શરૂઆતથી જ ફિલ્મના વખાણ ઓછા અને ટ્રોલિંગનો સામનો વધારે કરવો પડ્યો છે. એક તો બોક્સ ઓફિસ પર ફિલ્મની ઘણી જ ખરાબ શરૂઆત થઇ છે.તો બીજી તરફ હવે ફિલ્મના એક પોસ્ટરમાં ભયંકર ભૂલને કારણે મેકર્સનું ઓનલાઇન ટ્રોલિંગ પણ શરુ થઇ ગયું છે. એક સીનમાં તો વાનર સેનાનો એક શખ્સ ચશ્મા લગાવેલો નજરે પડે છે. તે સીનની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ…

Read More

નારંગી સાડીમાં Mamta Kulkarni સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યો Mumbai, તા.૨૮ ૨૦૨૫ના મહાકુંભ મેળા દરમ્યાન ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાને અપનાવનાર Mamta Kulkarni ફરી એકવાર પોતાના નવા લૂક માટે સમાચારમાં ચમકી છે.કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા પછી વિરોધના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપનાર મમતા હવે આધુનિક અવતારમાં અને ‘કરણ અર્જુન’ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે. તે મનોરંજન ઉદ્યોગમાં કમબેક માટે તૈયારી કરી રહી હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં ભગવા વસ્ત્રો પહેરતી મમતા હવે ગ્લેમરસમાં પોષાકમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વી બનવાનાના તેના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા.કેટલાકે તેના આધ્યાત્મિક…

Read More

રણબીરના પોસ્ટરમાં તે બ્લુ વિન્ટેજ કાર સાથે જોવા મળ્યો હતો, જ્યારે આલિયાનો લુક ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ધરાવતો હતો Mumbai, તા.૨૮ સંજય લીલા ભણસાલીની ફિલ્મ Love and Warને લઈને દર્શકોની ઉત્સુકતા સતત વધી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે ફિલ્મમાં વિકી કૌશલનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં વિકી કૌશલનો લૂક અગાઉના બંને પોસ્ટર કરતાં અલગ અને વધુ ઇન્ટેન્સ લાગે છે.પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જોવા મળે છે. તેની તેજ નજર અને ગંભીર હાવભાવ તેના પાત્રના અંદરના સંઘર્ષ અને વ્યક્તિત્વની ઝલક આપે છે. મેકર્સે સોશિયલ મીડિયા પર તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.લવ…

Read More