Author: Vikram Raval

ક્યારેક કલાકારોને ન ગમતું કામ પણ સ્વીકારવું પડે છે; એકસરખી છબીમાં બંધાઈ ન જવાય તે માટે કેટલાક પ્રોજેક્ટ્‌સ પણ ઠુકરાવ્યા Mumbai, તા.૨૮ Taapsee Pannuએ પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક પ્રસંગો વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તાપસીએ જણાવ્યું કે કેટલીક વખત તેને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તે અંગે સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નહોતું. એક પ્રસંગને યાદ કરતાં તેણે કહ્યું કે ફિલ્મના હીરોને પોતે ફિલ્મમાં જોઈતી નહોતી, જ્યારે અન્ય એક કિસ્સામાં તેને એવું કારણ આપવામાં આવ્યું હતું કે “હીરોની પત્નીને તમે પસંદ નથી. ”Taapsee Pannuએ કહ્યું કે તેને એક ફિલ્મમાંથી હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી હતી.…

Read More

Bhavnagar,તા.૨૮ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન , ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ૭૦૦ થી વધુ ઉદ્યોગવાંછુ મહિલાઓ, ઉદ્યોગસાહસિકો, એક્સપર્ટ ફેકલ્ટીઓ, ઉદ્યોગ જગતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રીમતી ઉષાબેન તલારેજા, રાજકુમારી બ્રિજેશ્વરી કુમારી, ભાવનગર કલેક્ટર, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રી, નિયામકશ્રી સી.ઈ.ડી. ડો. નીલ શ્રીમાળી, સી.ઈ.ડી.ના અધિકારીઓ અને કર્મચારીગણ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલા હતા. કાર્યક્રમ દરમ્યાન સી.ઈ.ડી. ના વિવિધ આયામો ની માહિતી, ઉદ્યોગ ધંધો કરવા અંગેનું માર્ગદર્શન, સરકારી યોજનાઓની માહિતી, ઉદ્યોગ ધંધા અંગેની તકો, સેલ્સ અને માર્કેટિંગ વિગેરે વિશે માહિતી…

Read More

(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૨૬ઃ લખતરના લક્ષ્મીપરામાં રહેતા ૩૦ વર્ષીય ભીમાભાઈ જીણાભાઈ ડોંડા પશુપાલન કરે છે. ૮ માસ પહેલા તેમના મિત્ર અન્ય ભાલાળાના ગેલાભાઈ રણુભાઈ મીરે સોલાર કંપનીમાં ટ્રેકટર ભાડે મુકયાની વાત કરી હતી. જેમાં અરજણભાઈ સહિતનાઓ ટ્રેકટર ભાડે રાખી સોલાર કંપનીમાં મુકતા હોવાનું કહ્યુ હતુ. અને ભાડાના દર માસે ૨૫ હજાર ચુકવતા હતા. તે સમયે ભીમાભાઈ પાસે ટ્રેક્ટર ન હતુ. પરંતુ ભાડાની સારી આવક થતી હોય તેઓએ બાદમાં ટ્રેકટર ખરીઘુ હતુ. અને મુળીના શેખપર ગામે મીટીંગ રાખી હતી. જેમાં મુળીના દેવપરાનો અર્જુન ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા, થાનના વીજળીયાનો ચતુર કાળાભાઈ સારદીયા, થાનના મનડાસરનો કીરણ ડાભી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપવામાં એલસીબીને સફળતા મળી છે. કિશાનચોક વિસ્તારમાં આવેલા માલદે ભુવનમાં રહેતા એક શખ્સના મકાનમાં દરોડો પાડી પોલીસે અલગ-અલગ બ્રાન્ડના અંગ્રેજી દારૂના ૧૩૮ નંગ ચપટા  સહિત કુલ રૂ.૨૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી લીધો હતો. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ જામનગર એલસીબી દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા અને સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબીના મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા તથા મયુદીનભાઈ સૈયદને મળેલી સંયુક્ત બાતમીના આધારે કિશાનચોકના…

Read More

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે , ત્રણ ઉદ્યોગ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે રેલી, વધુમાં વધુ ઉદ્યોગકારોને જોડાવા અપીલ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી રહેલી મુશ્કેલીઓના કાયમી અને વ્યવહારુ ઉકેલની માંગ સાથે જામનગરના ઉદ્યોગ સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-૨ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી શાંતિપૂર્ણ…

Read More

પાંચ દિવસમાં ૩,૮૨૫ વીજજોડાણો ચકાસ્યા, ૫૩૨માં વીજચોરી ઝડપાઈ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના જામનગર સર્કલ દ્વારા ગત તા.૨૧ સપ્ટેમ્બરથી તા.૨૫ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ દરમિયાન સઘન વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વીજચોરી અટકાવવા માટે બંને જિલ્લામાં કુલ ૫૨ ટીમોને મેદાનમાં ઉતારીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજજોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા જામનગર શહેર ઉપરાંત જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ અને કલ્યાણપુર તાલુકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પાંચ દિવસ દરમિયાન કુલ ૩,૮૨૫ વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન કુલ ૫૩૨ વીજજોડાણોમાં…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગરમાં ૧૭ વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂકભાઈ કટારિયા (રહે. સુભાષ શાક માર્કેટ) સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાયા બાદ આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, શહેરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી નજીકની એક સોસાયટીમાં રહેતી સગીરા સાથે આરોપીએ પ્રેમસંબંધ કેળવ્યો હતો. બંને વચ્ચે તળાવની પાળ સહિતના સ્થળોએ અવારનવાર મુલાકાત થતી હતી. આ દરમિયાન આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગર તા ૨૬, જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે અલગ-અલગ સ્થળે પાંચ દરોડા પાડી કુલ ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારના આ પાંચ બનાવોમાંથી કુલ રૂ.૫૩,૩૮૦ની રોકડ રકમ અને જુગારનો અન્ય સામાન કબજે કરવામાં આવ્યો હતો. સિક્કા પોલીસ સ્ટેશનના સરમત ગામે પંચાયતના તળાવના કાંઠે જાહેરમાં ટોર્ચના અજવાળે પત્તા વડે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૪૯,૩૦૦ રોકડા અને ૫૨ પત્તા મળી આવ્યા હતા. પોલીસે માલદેભાઈ વર્જંગભાઈ લુણા, નરેન્દ્રભાઈ દાનાભાઈ ખુંગા, રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા, ભીમાભાઈ મોમાભાઈ પરમાર, નીરુભા અજીતસિંહ જાડેજા, ભીમાભાઈ દાનાભાઈ ભાભી, માવુભા ખુમાનસિંહ જાડેજા…

Read More

કારના કાચ તોડી લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ, જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી સાત શખ્સોએ કારના કાચ તોડી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ ૩૧ વર્ષીય મનમોહનસિંહ અમરેન્દ્રપ્રસાદસિંહ તોમર ટેરિયર સિક્યુરિટી સર્વિસમાં બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૬ઃ જામનગર શહેરમાં સીસીટીવી કેમેરા મારફતે થતા ઓનલાઇન ચલણની કાર્યવાહીથી બચવા માટે સ્કૂટર પર ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા યુવાનને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્કૂટર સહિત અસલ અને ખોટી બંને નંબર પ્લેટ કબજે કરી યુવાન સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ નોઘુભા વાળાની ફરિયાદ મુજબ, કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના મોનિટરિંગ દરમિયાન સફેદ રંગના એક્સેસ સ્કૂટર પર ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ અને ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ લગાવીને વાહન ચલાવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતાં સ્કૂટરનો સાચો નોંધણી નંબર જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ હોવાનું બહાર આવ્યું હતું.…

Read More