(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagar જિલ્લાના કાલાવડ, જામનગર ગ્રામ્ય અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સેવાભાવીઓ દ્વારા એક ગૌ સંસ્થામાં મોકલાયેલા ૧૦ જેટલા નાની ગાય- વાછરડામાં લમ્પી વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં પશુપાલન તંત્ર દોડતું થયું છે, અને પશુઓ માટેની આરોગ્ય સંબંધિત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.મળતી માહિતી મુજબ, વાછરડાઓને શરીર પર ફોડલા થવાના લક્ષણો દેખાતા ગૌ-સેવક આશુતોષભાઈ પાઠક અને અન્ય સેવાભાવીઓ દ્વારા લમ્પી ગાઈડલાઈન મુજબ સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તમામ વાછરડાઓની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાયું છે.જિલ્લા પશુપાલન વિભાગના ડોક્ટરો દ્વારા આઈસોલેશનમાં રાખવામાં આવેલા વાછરડાઓની મુલાકાત લઈ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત સેમ્પલીંગ અને લેબ ટેસ્ટીંગની કાર્યવાહી હાથ ધરાઇ છે.ગૌ સંસ્થાના જણાવ્યા અનુસાર, તમામ વાછરડાઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા, અને શહેર વિસ્તારનું એકપણ વાછરડું તેમાં સામેલ નથી. જોકે આજે સવારે ૯ જેટલા વાછરડા ને તાત્કાલિક અસરથી મોરબીના ગૌ સંસ્થાનમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં ગૌશાળા ની સાથે સાથે ગાયોની સારવાર માટેની તમામ સુવિધાઓ છે, ત્યાં સારવાર શરૂ કરી દેવાઇ છે. હાલ જામનગર જિલ્લામાં નાની ગાય કે વાછરડા જેમાં લંમ્પી ના લક્ષણો દેખાય છે, અને જામનગર જિલ્લાની પશુ ચિકિત્સક વિભાગની ટીમ દોડતી થઈ છે, તેમજ સારવાર અંગેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.
પશુ ચિકિત્સક તેજસ શુક્લાની રાહબરી હેઠળ જુદી જુદી ટીમો કાર્યરત બની છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં લંમ્પી વાયરસ સંબંધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યાર પછી ના જન્મેલા વાછરડાઓમાં આ લક્ષણો દેખાતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
Trending
- 03 જૂનનું રાશિફળ
- Rajkotમાં પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું
- Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
- Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત
- યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
- Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

