ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં સંતરાના ખેડૂતોના ફળોની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો થયો છે અને ખેડૂતોને સારા ભાવ આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે
Nagpur,તા.૧૧
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્ઘાટન સમયે કહ્યું કે આ પાર્ક વિદર્ભના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં સંતરાના ખેડૂતોના ફળોની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો થયો છે અને ખેડૂતોને સારા ભાવ આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પતંજલિના સહ-સ્થાપક રામદેવ અને મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા નિતિન ગડકરીએ કહ્યું, “નવા પાર્કથી વિદર્ભના ખેડૂતોને રાહત મળશે, જ્યાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.” તેમણે કહ્યું, મારુ પોતાનું સંતરાનું પાર્ક છે. અમે પાક માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે અમે ઈલેક્ટ્રોનિક ટ્રેક્ટરનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને મને તેમાં રસ છે. હું મોટાભાગે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરું છું.
ગડકરીએ કહ્યું, “બાબા રામદેવના આશીર્વાદથી મેં વિવિધ યુનિવર્સિટીઓમાં ૧૧ ડોક્ટરેટની પદવીઓ પ્રાપ્ત કરી છે, જેમાંથી ૬ માનદ ડિગ્રી મને કૃષિ ક્ષેત્રે આપવામાં આવી છે. તેથી હું બેકઅપમાં તમારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક પ્રોજેક્ટમાં તમને મદદ કરીશ. અમે મારા ખેતરમાંથી સંતરા, તરબૂચ, લીંબુ અને અન્ય તમામ ફળો આપવાનો પણ પ્રયાસ કરીશું.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, “વિદર્ભમાંથી સંતરા બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ બાંગ્લાદેશ સરકારે આ નિકાસ પર ૮૫% ડ્યુટી લગાવી છે. આ લોજિસ્ટિક્સની કિંમતમાં વધારો કરે છે. આ અંગે મેં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, હું ચાર્જ ઘટાડવા તૈયાર છું, તમે વ્યાજ ચાર્જ ઓછો કરો.
તેમણે કહ્યું, “તાજેતરમાં અમે બાંગ્લાદેશ માટે એક નવી યોજના બનાવી છે અને એક રીતે અમે સમુદ્રને નાગપુરમાં લાવ્યા છીએ. વર્ધામાં ડ્રાય પોર્ટ બનાવવામાં આવ્યું છે. તે સીધુ બંગાળના હલ્દિયા જશે અને ત્યાંથી બાંગ્લાદેશ પહોંચશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમારો પ્રયાસ વિદર્ભના ખેડૂતોને વધુ લાભ આપવા માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો છે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બાબા રામદેવની પહેલ અમારા માટે અને વિદર્ભ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી વિદર્ભના ખેડૂતોને મોટી રાહત મળશે. ખેડૂતોની અવગણના કરવામાં આવી રહી છે, પરંતુ હવે અમે એગ્રો વિઝન દ્વારા આ સંબંધમાં એક લેબોરેટરી ખોલવા જઈ રહ્યા છીએ. જેથી ખેડૂતોને તેની માહિતી મળી શકે. અમારો પ્રયાસ આગામી દિવસોમાં વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાની તસવીર બદલવાનો છે.