(મિલાપ રૂપારેલ) Amreli, તા.1
વડીયાના બરવાળા ગામના યુવાનને ઝેરી મરી જવા મજબૂર કર્યાના બનાવમાં પોલીસે ગુનો દાખલ કરતાં ચકચાર જાગી છે. વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે રહેતા અને ખેતીકામ ચંદુભાઈ હરીભાઈ સોજીત્રા નામના ખેડૂતના દિકરા મનીષભાઇ ચંદુભાઇ સોજીત્રા (રહે.બરવાળા બાવળ)ને દીતીના ટાઢાણી નામની છોકરી સાથે પ્રેમ હોય અને સુરત ખાતે રહેતા દીતીનાના કાકાના દિકરા આરોપી દર્શીલ ટાઢાણી તથા મોબાઇલ નં.6352884129 વાળાને આ બન્નેના પ્રેમસંબંધ બાબતે જાણ થઇ જતા આરોપીએ મનીષભાઇનો મોબાઇલ હેક કરી તેમાંથી દીતીનાના અને મરણજનાર મનીષના ફોટા વીડીયો આરોપીએ લઇ લીધેલ હતા.
ત્યારબાદ મરણજનાર મનીષભાઇને આરોપીએ અવાર નવાર બ્લેકમેઇલ કરી રોકડ રૂપિયા 3,65,000 કઢાવી લઇ અને આરોપીએ મરણજનારને જાહેરમાં અશ્વીલ ગાળો આપી હતી અને ધમકીઓ પણ આપી અને આરોપીએ મરણજનાર મનીષભાઇની જીંદગી બરબાદ કરી નાખી હતી.
અને મરણજનાર મનીષભાઇને આરોપીએ ત્રાસ આપી મરવા મજબુર કરી દેતા મરણજનારે પોતાના હસ્તાક્ષરથી આ બાબતેની સુસાઇડ નોટ લખી અને આરોપીના ત્રાસથી ગઇ તા.29/7 ના રોજ બપોરના દોઢેક વાગ્યાના સમયે મરણજનારે પોતે પોતાના રહેણાંક મકાને ઉપરના માળે રૂમમાં પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજતા આ બનાવ અંગે વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ખેડૂત સાથે છેતરપીંડી
લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા જીતેન્દ્રસિંહ ભાયાવાળા વાળા નામના 61 વર્ષીય ખેડુતને ઈનોવા ક્રિસ્ટા ફોર વ્હીલર ગાડી લેવાની હોય જેથી તેમણે લાઠી તાલુકાના આંબરડી ગામનાં વતની અને હાલ સુરત ગામે આશ્રય બંગ્લોઝ, બીએસએનએલ પાસે, નવાગામ ખાતે રહેતા પિયુષભાઇ દિનેશભાઇ તળાવીયા નામના આરોપીનો ટેલીફોનીક સંપર્ક કરી ઈનોવા ક્રિસ્ટા મોડલ 2022 નું રૂા.12,51,000 માં સોદો નકકી કરેલ હતો.
અને આ ખેડૂતે આરોપીના એકાઉન્ટમાં અલગ અલગ ઓન લાઇન ટ્રાન્જેકશન દ્રારા રૂપિયા 8,51,000 મોકલેલ હતા. તેમ છતાં પણ આ આરોપીએ ખેડૂતને ગાડીની ડિલીવરની ન મોકલી ખેડૂત સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ખેડૂતે લાઠી પોલીસમાં સુરતના આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ નવસારી ગામે રહેતા અને મુળ સાવરકુડલા તાલુકાના ખડસલી ગામના વતની દિલીપભાઇ કેશુભાઇ માલાણી નામના 53 વર્ષીય આધેડ રત્ન કલાકારે ખડસલી ગામે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઓસરીના ભાગે છતમાં ડ્રીપ ઇરિગેશનની પ્લાસ્ટીકની પાઇપથી ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

