Bhavnagar તા.17
ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટમા અથાણા માટે ની ખાસ રાજાપુરી કાગડા/તોતા સહિતની કેરી નું આગમન થઈ ચૂક્યું છે.રાજાપુરી ખાસ મુરબ્બો માટે વપરાય છે. કાગડા /તોતા કેરી બટકા કરી ને થતા અથાણા માટે આ કેરી ખાટી ઓછી હોવાના કારણે વાપરવામાં આવે છે.જોકે આ વખતે ગૃહિણીઓ માટે અથાણું ખાટું પડશે.અથાણા મા વપરાતી મોટાભાગની વસ્તુઓ ગતવર્ષ કરતા દોઢ ગણી મોંઘી હોવાના કારણે.
આર્થિક રીતે સામાન્ય પરિવાર માટે દરેક ચીજ વસ્તુઓ મા વધતી મોંઘવારી એ જીવનને દોહ્યલું બનાવી દીધુંછે.અનેક પરિવારો એવાછે જેઓને ભોજનમા બંને સમય અથાણું પીરસવામાં આવે છે.જે પરિવાર મા શાક ન બન્યું હોય તો અથાણાથી રોડવી લેવાય છે.
હવે અથાણું પણ મોંઘું બન્યું છે.તળાજા માર્કેટમાં રાજાપુરી કાગડા તોતા કેસર કેરી આવવા લાગી છે.ગતવર્ષે 40-50 રૂપિયે મળતી કેરી આ ખાસ કરીને રાજાપુરી રૂ.70-80 ની કિલોએ વેચાય છે.મરચા ના ભાવમાં પણ ગટવર્ષ કરતા આ વખતે દોઢાભાવ છે. તેમાંય કાશ્મીરી મરચમાં ડબલ ભાવ છે. રાય, મેથી, કુરિયા,તેલ પણ ગતવર્ષ કરતા મોંઘું છે.

