Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 4 જુલાઈનું રાશિફળ
    • 4 જુલાઈનું પંચાંગ
    • World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
    • તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
    • Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Waqf Bill પર ભાજપની ગુગલી,વિપક્ષ જેને પોતાના માનતું હતું તે જ દાવ કરી ગયા!
    રાષ્ટ્રીય

    Waqf Bill પર ભાજપની ગુગલી,વિપક્ષ જેને પોતાના માનતું હતું તે જ દાવ કરી ગયા!

    Vikram RavalBy Vikram RavalApril 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કદાચ પહેલીવાર એવું બન્યું કે એનડીએની સાથે ન હોવા છતાં બે પક્ષોએ ખુલીને વિપક્ષનો સાથ આપ્યો નહીં.

    New Delhi,તા.૪

    આખરે વક્ફ સંશોધન બિલ ૨૦૨૪ને સંસદના બંને ગૃહોની લીલી ઝંડી મળી ગઈ છે. બિલ પર બે દિવસ સુધી સંસદમાં ઉગ્ર ચર્ચા જોવા મળી. શુક્રવારે વહેલી પરોઢે આ બિલ રાજ્યસભામાં પણ બહુમતીથી પાસ થઈ ગયું. આ બિલ દ્વારા વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ અને વિવાદોની પતાવટમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યાં મુજબ આ બિલને મુસ્લિમ મહિલાઓના અધિકારોને મજબૂત કરવા અને તમામ મુસ્લિમ સમુદાયોના હિતોની રક્ષા સ્વરૂપે રજૂ કરાયું જ્યારે વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયને નિશન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું. આ બધા વચ્ચે એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે વિપક્ષને એક મોટો ઝટકો  મળ્યો. બન્યું એવું કે બે પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું.

    અસલમાં તેને ભાજપની ગુગલી કહો કે પછી આ બંને પક્ષોનો મૂડ સ્વિંગ કહો પરંતુ બીજેડી અને વાયએસઆરસીપીએ છેલ્લી ઘડીએ પોતાના સાંસદોને મતદાન કરવા માટે સ્વતંત્ર છોડી દીધા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડીના ફ્લોર લીડર સસ્મિત પાત્રાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી  પોતાના સાંસદોને વ્હીપ જારી કરશે નહીં. તેમણે કહ્યું કે અમે અલ્પસંખ્યક સમુદાયોની ભાવનાનું સન્માન કરીએ છીએ અને અમારા સાંસદ પોતાની વિવેકબુદ્ધિના આધારે મતદાન કરશે. એ જ રીતે વાયએસઆરસીપીએ પણ પોતાના સાંસદોને મતદાન માટે સ્વતંત્ર છોડી દીધા. તેનાથી વિપક્ષી દળોની રણનીતિ નબળી પડી ગઈ કારણ કે આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ  બિન એનડીએ પક્ષો આ બિલ પર વિપક્ષની સાથે ખુલીને પડખે ન રહ્યા.

    આ બિલ પર મતદાન પહેલા સુધી બીજેડી વિપક્ષ સાથે હતી પરંતુ છેલ્લી ઘડીએ તેણે પોતાનું સ્ટેન્ડ બદલ્યું. તેનાથી વિપક્ષને મોટો ઝટકો લાગ્યો. આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ  બિન એનડીએ પક્ષે વિપક્ષના વલણથી અલગ જઈને બિલ વિરુદ્ધ કોઈ કડક વલણ અપનાવ્યું નહી. આ બધા વચ્ચે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૩ના કાનૂનમાં નાગરિક કોર્ટોમાં વક્ફ સંલગ્ન કેસોની સુનાવણીની જોગવાઈ નહતી. જ્યારે નવા બિલમાં તેને ક્લિયર કરાયું છે.

    કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ બિલ રજૂ કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે સમાવેશી છે અને મુસ્લિમ સમાજના હિતોને સુરક્ષિત રાખવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે ક્હ્યું કે વક્ફ સંપત્તિઓનું મેનેજમેન્ટ, નિર્માણ અને લાભાર્થી ફક્ત મુસ્લિમ જ રહેશે. તેમણે વિપક્ષના એ આરોપો પણ ફગાવ્યા કે આ બિલ મુસ્લિમ સમુદાયની વિરુદ્ધમાં છે. રાજ્યસભામાં સદનના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે મોદી સરકારે આ બિલ પર લોકતાંત્રિક પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે. ૨૦૧૩માં યુપીએ સરકારે ફક્ત ૧૩ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ બનાવી હતી જ્યારે અમારી સરકારે ૩૧ સભ્યોની સમિતિ બનાવી.

    વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર અલ્પસંખ્યકોના અધિકાર છીનવી લેવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે તમે  તેમનું બજેટ ઘટાડી રહ્યા છો, મદરેસાઓની શિક્ષણ યોજનાઓ રોકવામાં આવી છે, મફત કોચિંગ યોજનાઓ બંધ કરાઈ છે અને દાવો કરી રહ્યા છો કે આ બિલ મુસ્લિમ મહિલાઓ અને ગરીબો માટે છે. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર વક્ફ સંપત્તિઓને એક લેન્ડ બેંક પ્રકારે ઉપયોગ કરીને મોટા કોર્પોરેટ્‌સને આપવાની યોજના ઘડી રહી છે. કોંગ્રેસ નેતા સૈયદ નસીર હુસૈને પણ આ બિલની ટીકા કરતા કહ્યું કે આ મુસ્લિમ સમુદાયને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો પ્રયત્ન છે.

    BJP's Googly considered Waqf Bill
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Reservation Chart માં બદલાયો સમય, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટાઇમ ટેબલ વાંચી લેવું જોઈએ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025
    રાષ્ટ્રીય

    West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025
    રાષ્ટ્રીય

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    રાષ્ટ્રીય

    નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3

    July 3, 2025

    તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે

    July 3, 2025

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.