(રવિ નિમાવત દ્વારા)
Wankaner તા.૧ઃ
Wankaner ચોટીલા નેશનલ હાઈવે પર કેરાળા ગામના પાટિયા પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે અજાણ્યો પુરુષ આશરે ૨૫ થી ૩૫ વર્ષ વાળો નેશનલ હાઈવે પર રાજા પેટ્રોલ પંપ પાસે કોઈ કારણોસર ગટરમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પીએમ બાદ મૃતદેહ વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે

