(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧ઃ
વાંકાનેર સહીત મોરબી જીલ્લામાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને બેફામ દોડતા ડમ્પર ચાલકો નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે વાંકાનેર હાઈવે પર ભલગામ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ઠોકરે ચડાવતા મોત થયું હતું
ચોટીલા તાલુકાના ડોશલીધુના ગામના રહેવાસી ભીખાભાઈ બીજલભાઈ બથવાર (ઉ.વ.૫૫) વાળાએ ડમ્પર જીજે ૧૦ ટીવાય ૮૪૮૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ સપ્ટેંબરના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે ફરિયાદીના ભાઈ દિનેશભાઈ બીજલભાઈ બથવાર રાજકોટ ચોટીલા હાઈવે પર ભલગામ પાટિયા નજીક પેટ્રોલ પંપ સામે રોડ ક્રોસ કરી બાથરૂમ કરવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં ચલાવી હડફેટે લેતા દિનેશભાઈને ગંભીર ઈજા પહોંચાડી ડમ્પર લઇ નાસી ગયો હતો ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

