Mumbai, તા.23
નીટ પેપર લીક અને તેના કારણે અનેક છાત્રોના આપઘાત મામલે આંદોલન ચલાવી રહેલા છાત્રો પર પોલીસના લાઠીચાર્જથી આખો દેશ ખળભળી ઉઠયો છે. બોલિવુડની હસ્તીઓ-શબાના આઝમી, નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારો છાત્રોના સમર્થનમાં આવ્યા છે ત્યારે બોલિવુડના ગાયક અરિજીતસિંહનો પણ આ મામલે ગુસ્સો ફુટયો છે.
તેમણે સોશિયલ મીડીયા પોસ્ટમાં લખ્યું છે- શરમ નથી આવતી આ નેતાઓને, શું ભગવાન સમજી લીધા છે ખુદને? અરિજીતસિંહની આ પોસ્ટ ત્યારે આવી છે જયારે છાત્રો સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીઓ વરસાવી હતી, અશ્રુવાયુ છોડયા હતા.
અરિજીતસિંહે લખ્યું છે- યાર, હવે તો સ્ટુડન્ટસને મારી રહ્યા છો, આપ લોકો તમને લોકોને શરમ નથી આવતી? હેલ્લો, નેતા, મંત્રી! શું ચાલી રહ્યું છે ભાઈ! તમે તમારી જાતને ભગવાન સમજી લીધા છે શું?
તેમણે આગળ લખ્યું- દરેક બાબત યાદ રાખવામાં આવશે. હર હર મહાદેવ! અરિજીતે પછી ફિલોસોફિકલ અંદાજમાં લખ્યું છે- યાદ રાખજો, પરિવર્તન જ એકમાત્ર સ્થિરતા છે.

