Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
    • Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ
    • Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો
    • ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી
    • ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી
    • Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં
    • Jacqueline નાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ
    • Ranbir Kapoor ની ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»બિલ્ડરો `Affordable Housing’ના નિર્માણ પર જોર આપે : CM
    રાજકોટ

    બિલ્ડરો `Affordable Housing’ના નિર્માણ પર જોર આપે : CM

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.3
    રાજકોટના સર્વાંગી વિકાસની સરાહના કરવા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડરોને નફાની સાથે સામાજીક જવાબદારી સમજીને સામાન્ય લોકો માટે એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણ પર ભાર મુક્યો હતો.

    રાજકોટ બિલ્ડર એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ રાજ્યના વિકાસ તથા વિકસીત ભારત-2047ના સંકલ્પમાં ગુજરાતના યોગદાન વિશેની વિગતો જાહેર કરી હતી.

    આ પ્રસંગે ‘વિકસિત ભારત  2047’ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપેલા ‘વિકાસની રાજનીતિ’ના મંત્રને અનુસરીને ગુજરાત આજે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

    વડાપ્રધાનના ‘વિકસિત ભારત  2047’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત’નો સર્વગ્રાહી રોડમેપ તૈયાર કરીને તેનું અસરકારક અમલીકરણ શરૂ કરી દીધું છે. આ રોડમેપ અંતર્ગત સમગ્ર ગુજરાતને 6 ઝોનમાં વહેંચીને વર્ષ 2047 સુધીના ફોકસ સેક્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.

    રાજ્યમાં થયેલા વ્યાપક પરિવર્તનની ચર્ચા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં રાજકોટ જેવાં શહેરોમાં પાણી અને વીજળીની જે વિકટ પરિસિ્થતિ હતી, તે આજે ભૂતકાળ બની છે. વર્ષ 2003થી શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની પરંપરાને કારણે આજે ગુજરાત વિશ્વના નકશા પર ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે.

    આજે રાજ્યમાં વિશ્વસ્તરીય રોડ-રસ્તા, 24 કલાક વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જે ઉદ્યોગો અને રોકાણકારોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સરકાર ઉદ્યોગકારોની સાથે મજબૂતીથી ઊભી રહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનો તમામ જરૂરી સહયોગ આપવા કટિબદ્ધ છે.

    વહીવટી પારદર્શિતા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે સરકારી પ્રક્રિયાઓ અત્યંત સરળ અને પારદર્શક બની છે, જેના પરિણામે કલેક્ટર કે કમિશનર કચેરીઓમાં કોઈ પણ મુશ્કેલી વગર તમામ મંજૂરીઓ મળી રહી છે.

    તેમણે ઉદ્યોગકારોને નફાની સાથે સામાજિક જવાબદારી સમજીને સામાન્ય પ્રજાજન માટે ‘એફોર્ડેબલ હાઉસિંગ’ના નિર્માણ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત આજે રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે તથા જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણે આપણી વિરાસત, સંસ્કૃતિ અને સંસ્કારોને મજબૂતીથી પકડી રાખીએ.

    વડાપ્રધાનએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પનાએ દેશના દરેક નાગરિકમાં ગૌરવની ભાવના જગાવી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર થકી આપણે સૌ સાથે મળીને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરીશું.

    આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે રાજ્યના આધુનિકીકરણ અને વિકાસની સાચી ઓળખ તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સે પોતાના સ્માર્ટ અને આધુનિક નિર્માણ દ્વારા રાજ્યને વિશ્વસ્તરીય ઓળખ અપાવવામાં સિંહફાળો આપ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ મોડેલમાં બિલ્ડર સમુદાયના યોગદાનની સરાહના કરી હતી.

    સરકાર દ્વારા બિલ્ડિંગ પરમિશન, પ્લાન પાસિંગ અને ઓનલાઇન પ્રક્રિયાઓને વધુ ઝડપી તેમજ પારદર્શક બનાવીને બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકો માટે વહીવટી નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. એઇમ્સ, નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સને કારણે આજે રાજકોટ રોકાણકારો માટે કેન્દ્ર બન્યું છે.

    આ પ્રસંગે રાજકોટના વિકાસની વાત રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગતવિધિ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આભારવિધિ શ્રી અમિતભાઈ ત્રાંબડીયા દ્વારા કરવામાં આવી હતી.

    આ તકે કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,  રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, અગ્રણી માધવભાઈ દવે, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત બિલ્ડર એસોસિએશનના સભ્યઓ તેમજ શહેરના બિલ્ડરઓ, જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGlasgow માં દીકરીઓએ ઊંચો રાખ્યો તિરંગો
    Next Article Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026
    રાષ્ટ્રીય

    વાહનોને Cyber Attacks થી બચાવવા માટે કડક સુરક્ષા નિયમો ટૂંક સમયમાં લાવશે સરકાર

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    Reserve Bank વ્યાજદર ઘટાડશે! બુધવારે જાહેરાત

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ:3ઃ15,3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે

    August 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian media એ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 16:33
    Categories
    Latest News

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026

    ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી

    August 3, 2026

    ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી

    August 3, 2026

    Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં

    August 3, 2026
    Search
    Main News

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026

    વાહનોને Cyber Attacks થી બચાવવા માટે કડક સુરક્ષા નિયમો ટૂંક સમયમાં લાવશે સરકાર

    August 3, 2026

    Reserve Bank વ્યાજદર ઘટાડશે! બુધવારે જાહેરાત

    August 3, 2026

    Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ:3ઃ15,3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી

    August 3, 2026

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.