Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: દરિયામાં હજુ કરંટ હોય, બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા
    રાજકોટ

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય, બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 3, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.3
    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ છુટોછવાયો 0.5 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે. દરમ્યાન આજે સવારથી રાજકોટ સહિત ઠેર-ઠેર ઉઘાડ નિકળ્યો હતો.

    દરમ્યાન આશ્ચર્યની બાબત એ છે કે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેરમાં સેન્ટ્રલઝોનમાં 32 મી.મી ઈસ્ટમાં -20 મી.મી. તો વેસ્ટઝોનમાં સૌથી વધુ 151 મી.મી.વરસાદ રાજકોટ ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધાયો હતો. એટલે કે રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં સવા,ઈસ્ટમાં-1 અને વેસ્ટમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

    દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર ,જોડીયા અને ધ્રોલ તાલુકાઓમાં બે બે  ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કાલાવડમાં સવા ઇંચ ,લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ થયો છે જ્યારે ગ્રામ્ય પંથકમાં ધ્રોલ તાલુકાના લતીપર ની અંદર સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીની નવા નીર ની આવક થતા સપાટીમાં વધારો થયો છે.

    જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે 6ઃ00 વાગ્યા સુધીમાં 48 કલાક દરમિયાન જિલ્લામાં જામનગરમાં 51 મીમી, જોડીયામાં 53મીમી ,ધ્રોલમાં 55 મીમી, કાલાવડમાં 39 મીમી, લાલપુરમાં 26મીમી અને જામજોધપુરમાં 15મીમી વરસાદ નોંધાયો છે.

    આમ જોઈએ તો શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી ને લઈને રવિવારે સવારે છ વાગ્યા સુધીની વાત કરીએ તો જામનગરમાં 41 મીમી, જોડીયામાં 53 મીમી, ધ્રોલમાં 55 મીમી, કાલાવડમાં 35 મીમી, લાલપુરમાં 13 મીમી અને જામજોધપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો.

    સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લા કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

    આ તૈયારીઓ ભાગરૂપે નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈએ ખંભાળિયા સ્થિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને અગમચેતીના પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્ક કરી તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવી અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સતર્ક રહેવા તેમજ તકેદારીના તમામ પગલાઓ લેવા સૂચના આપવામાં આવી હતી.

    સલાયામાં મોડી રાતથી વરસાદ ધીમીધારે વરસતો હતો જે હાલ પણ ચાલુ છે.માહોલ હજુપણ વરસાદી બન્યું છે.પરંતુ મનમુકી વરસાદ વરસતો નથી હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 20 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.હાલ માહોલ ખૂબ સારો જામ્યો છે પરંતુ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.

    ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે. પરંતુ જળાશયોમાં આવક થાય એવો વરસાદ હજુ વરસ્યો નથી.હાલ પવનની ગતિ પણ વધી છે. બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

    હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદ, તેજ પવન અને ઉગ્ર સમુદ્રની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. છેલ્લા કેટલાક કલાકોથી દરિયામાં કરંટનું પ્રમાણ વધી જતાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. બીજી તરફ દરિયા સાથે સીધી રીતે જોડાયેલી પવિત્ર ગોમતી નદીમાં પણ પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

    યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે ગોમતી ઘાટને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે. ઘાટ તરફ જવાના તમામ માર્ગો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિને ગોમતીના કિનારા સુધી જવા દેવામાં આવી રહી નથી. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોવાથી તંત્ર ખાસ સાવચેતી રાખી રહ્યું છે.

    દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટના પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. શનિવાર સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને ભારે કરંટ જોવા મળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

    અહીંના જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા તેમજ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

    બીજી તરફ દરિયાની સ્થિતિને જોતા ઓખા અને સલાયામાં બંદર ખાતે ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે અને માછીમારો સહિત દરિયાકાંઠાના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

    ભૂજની શાન હમીરસર તળાવમાં નવા નીરની આવક, વરસાદી માહોલમાં જનમેદની ઉમટી
    કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની ઓળખ અને શહેરની ગરિમા સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા પાણીની આવક થતાં જ સમગ્ર કચ્છ પંથકમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં મેઘરાજાની મહેરબાગ બાદ ભૂજની જીવાદોરી ગણાતા આ તળાવમાં નવા નીર આવતાની સાથે જ નજારો જ કંઈક અલગ જ ખીલી ઉઠ્યો છે.

    જ્યારે પણ હમીરસર તળાવ છલકાય કે તેમાં નવા પાણીની આવક થાય, ત્યારે ભુજવાસીઓ માટે તે એક તહેવાર સમાન બની જાય છે. આ જ પરંપરા મુજબ, હમીરસર તળાવમાં નવા પાણીના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ભૂજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં તળાવના કિનારે એકઠા થઈ ગયા હતા. વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકોએ હરખભેર નવા નીરના વધામણાં કર્યા હતા.

    ઘટનાસ્થળે પહોંચેલા યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ આ સુંદર વરસાદી માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી ફૂવારો અને સુખદ વાતાવરણમાં લોકોએ તળાવ કિનારે વેચાતી ગરમાગરમ મકાઈ (ભૂટ્ટા) અને અન્ય સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓની જયાફત માણી હતી. કુદરતી સૌંદર્ય અને ઉત્સાહના આ માહોલે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબિલ્ડરો `Affordable Housing’ના નિર્માણ પર જોર આપે: CM
    Next Article Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ: 3ઃ15, 3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026
    રાજકોટ

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ

    September 18, 2026
    રાજકોટ

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 00:52
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.