બુશરા બીબી પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય નહોતાં, પરંતુ ઇમરાન ખાન જેલમાં ગયા પછી તેમને છોડાવવાની ઝુંબેશમાં એ મેદાનમાં આવી ગયાં છે. દસેક હજાર લોકો વાહનોના કાફલા સાથે જોડાય તે દ્રશ્ય ખરેખર તો ઇસ્લામાબાદ પર જાણે આક્રમણ થઈ રહ્યું હોય તેવી અસર ઊભું કરતું હતું. બુશરા બીબીએ પતિની ગેરહાજરીમાં પક્ષનું નેતૃત્વ કરીને ઇસ્લામાબાદ સુધીની કૂચ કરી અને ઇસ્લામાબાદમાં પ્રવેશતી વખતે સરકારે મુકેલી આડશોને દૂર કરીને અંદર ધૂસવાનો પ્રયાસ કર્યો હતો. બુશરા બીબીએ શાહબાઝ સરકારને પડકારી હતી. ઇમરાનના સમર્થકોનાં ટોળાંએ પાકિસ્તાનના રેન્જર્સને બાનમાં લીધા હતા અને તેમની ધોલાઇ કરી હતી, જેમાં ત્રણનાં મોત થયાં હતાં.
બુશરા બીબી કોણ છે તે જોવા ગુગલ પર સતત સર્ચ થઇ રહ્યું છે. બુશરા બીબી સુફીવાદને અનુસરે છે. એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક નામાંકિત કુટુંબમાંથી આવે છે. ઇમરાન ખાને ત્રીજાં લગ્ન ૨૦૧૮માં બુશરા બીબી સાથે કર્યાં તે અગાઉથી બુશરા બીબી આધ્યાત્મિક સલાહકાર અને હીલીંગ ટેકનિકનાં જાણકાર તરીકે જાણીતાં હતાં. કેટલાક લોકો તેમને જાદુટોણા જાણનારાં ગૂઢ સ્ત્રી તરીકે ગણે છે.
બુશરા બીબીના પ્રથમ પતિ ખાવર મનેકાથી તેમને પાંચ સંતાનો છે. પહેલા પતિએ તેમની સામે કેસ કર્યો છે. તેમણે કહ્યું છે કે બુશરા બીબી અને ઇમરાન ખાનનાં લગ્ન ફ્રોડ છે. લોકો કહેતા હતા કે જાદુટોણાની જાણકાર આ સ્ત્રીએ ઇમરાન ખાનને લપેટયો છે અને તેની સાથે લગ્ન કરી લીધાં છે. બુશરા બાબી ભાગ્યે જ લોકો સમક્ષ આવ્યાં છે. જોકે સમાચાર માધ્યમો તેમના વિશે જાણવા સતત છાનબીન કરતાં રહ્યાં છે. ઇમરાન ખાનની રાજકીય સફળતા પાછળ બુશરાનું જાદુટોણાનો મોટો હાથ છે એવી થિયરી પાકિસ્તાનમાં ખૂબ ચાલી હતી.
જોકે ૨૦૨૨માં અવિશ્વાસની દરખાસ્તના પરિણામરૂપે ઇમરાને સત્તા છોડવા પડી. તે પછી તેના અને બુશરા બીબી પર ભ્રષ્ટાચારના અનેક કેસો થયા હતા. બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હજુ ગયા ઓક્ટોબરમાં જ બુશરા બીબીને મુક્ત કરવામાં આવ્યાં હતાં. ઇમરાન જેલમા હોવાથી બુશરા બીબીએ સરકાર વિરોધી મુવમેન્ટનું નેતૃત્વ સંભાળી લીધું હતું. એક કન્ટેનર પરથી બુશરા બીબીએ જાહેર સભાને સંબોધી ત્યારે લોકો ત્યાંથી ખસવા તૈયાર નહોતા. બુશરા બીબીએ કહ્યું હતું કે હું મારા પતિની મુક્તિ અને પાકિસ્તાનના ભવિષ્ય માટે લડી રહી છું. પાકિસ્તાન આંતરવિગ્રહના મુખ પર બેઠું છે. એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ છે. બુશરા બીબીએ પાકિસ્તાનના શાસકોની ઊંઘ હરામ કરી નાખી છે. પોતાના પતિ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને છોડાવવા તેમણે ઇસ્લામાબાદ કૂચનું નેતૃત્વ કરીને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એક મહિલા અસંખ્ય લોકોનું નેતૃત્વ કરીને પાકિસ્તાનની સરકારનું નાક દબાવી શકે છે અને આખા દેશમાં અરાજકતા ફેલાવી શકે છે તે બુશરા બીબીએ પૂરવાક કરી બતાવ્યું છે.
પાકિસ્તાનમાં મહિલાઓનું રાજકીય નેતૃત્વ આમેય બહુ જ ઓછું જોવા મળ્યું છે. એક આંગળીને વેઢે ગણાય એટલી મહિલાઓ પણ પાકિસ્તાનના રાજકારણમાં જોવા મળતી નથી. તેઓ ચૂંટાય છે ખરી, પણ શિખર સુધી ભાગ્યે જ પહોંચી શકે છે. બેનઝીર ભુટ્ટો બે વાર પાકિસ્તાનનાં વડાપ્રધાન બન્યાં હતાં. પાકિસ્તાનનાં વિદેશપ્રધાન તરીકે ૨૦૨૨માં હીના રબાની ખારને પણ લોકાએે કામ કરતાં જોયાં છે. એવી જ રીતે મરિયમ નવાઝ પાકિસ્તાનના કોઈ પ્રાંતમાં બનેલાં પહેલાં મુખ્યપ્રધાન હતાં. આમ, પાકિસ્તાનની મહિલાઓ વડાંપ્રધાન, વિદેશપ્રધાન અને મુખ્યપ્રધાનના હોદ્દા સંભાળી ચૂકી છે તેમ છતાં પાકિસ્તાનમાં સમગ્રપણે મહિલા નેતાઓની હાજરી ઘણી ઓછી છે. આ બધામાં બુશરા બીબી વધુ આક્રમક સાબિત થયાં છે.
બુશરા બીબી પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય નહોતાં, પરંતુ ઇમરાન ખાન જેલમાં ગયા પછી તેમને છોડાવવાની ઝુંબેશમાં એ મેદાનમાં આવી ગયાં છે. દસેક હજાર લોકો વાહનોના કાફલા સાથે જોડાય તે દ્રશ્ય ખરેખર તો ઇસ્લામાબાદ પર જાણે આક્રમણ થઈ રહ્યું હોય તેવી અસર ઊભું કરતું હતું. બુશરા બીબીએ પતિની ગેરહાજરીમાં પક્ષનું નેતૃત્વ કરીને ઇસ્લામાબાદ સુધીની કૂચ કરી અને ઇસ્લામાબાદમાં પ્રવેશતી વખતે સરકારે મુકેલી આડશોને દૂર કરીને અંદર ધૂસવાનો પ્રયાસ કર્યો હતો. બુશરા બીબીએ શાહબાઝ સરકારને પડકારી હતી. ઇમરાનના સમર્થકોનાં ટોળાંએ પાકિસ્તાનના રેન્જર્સને બાનમાં લીધા હતા અને તેમની ધોલાઇ કરી હતી, જેમાં ત્રણનાં મોત થયાં હતાં. બુશરા બીબી અને ઇમરાન ખાન પર ૨૦૦ જેટલા કેસો પેન્ડિંગ છે. ૨૪ નવેમ્બરે કરાયેલો છેલ્લો કેસ ત્રાસવાદ ફેલાવવાનો છે. આવા અનેક પડકારો વચ્ચે બુશરા બીબી સક્રિય રાજકારણમાં કૂદી પડયાં છે અને ભાષણો કરી રહ્યાં છે. ચારે બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા બેરોજગારી અને ભૂખમરો છે, દેશ દેવાળીયા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ઇમરાન ખાનનો રાજકીય પક્ષ સંભવતઃ દેશમાં અરાજકતા ફેલાવા માગે છે. જોકે ઇસ્લામાબાદને યુદ્ધનું મેદાન બનાવી દેનાર બુશરા બીબીએ પોતાનું આંદોલન સમેટી લેવું પડયું હતું.

