વેરાવળ તાલુકાના બાદલપર ગામમાં રહેતા હિતેષભાઈ જેસાભાઈ સોલંકી ગતરોજ તેમના શેઠ વીજુભાઈ બારડની જીજે-૧૮-ઈઈ-૯૮૫૩ નંબરની મર્સિડિઝ કાર લઈને બંસીબેન બારડ તથા બાળકોને લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યાં હતા અને તેમની સાથે અન્ય બે કારમાં તેમના શેઠનો પરિવાર આગળ જતો હતો. ગતરોજ સાંજના પાંચ કલાકના અરસામાં તળાજા તાલુકાના પસવી ગામ પાસે કોદિયા ગામના રોડના ક્રોસિંગ નજીક પહોંચતા એક ટ્રેક્ટર ક્રોસિંગ થવા નિકળતા તેમણે તેમની કાર સાઈડમાંથી કાઢવા જતાં રોડની સાઈડમાં જાનની પાંચ-છ ગાડીઓ ઉભી હતી. તેમાંથી એક ગાડીનો દરવાજો અંદર બેસેલા કોઈએ અચાનક ખોલતા તેમના દરવાજા સાથે કાર અથડાઈ હતી. આ દરમિયાન આ કારમાંથી સાત-આઠ માણસો લાકડાના ધોકા તથા પાઈપ લઈને આવી કારમાં તોડફોડ કરી હતી અને તેમના માથામાં લોખંડના સળીયો માર્યો હતો અને ત્યાંથી પસાર થતાં કોઈ રાહદારીએ તેમને વધુ માર મારતા છોડાવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો કારની ડીકીમાં રાખેલી બેગમાંથી સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂ. ૩ લાખના મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે કારના ડ્રાઈવર હિતેષભાઈ જેસાભાઈ સોલંકીએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેતળાજાના પસવી ગામ પાસે વીજુભાઈ બારડની મર્સિડિઝ કારમાં તોડફોડ અને લૂંટ થઈ હતી. મળતી વિગતો પ્રમાણે વીજુભાઈ બારડ તાલાલાના ધારાસભ્યના ભત્રીજા છે અને કારમાં ધારાસભ્યના પુત્રવધુ અને બાળકો સવાર હતા. જોકે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી.
Trending
- જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
- Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
- ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
- Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
- 18 એપ્રિલ નું પંચાંગ
- 18 એપ્રિલ નું રાશિફળ
- રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
- ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

