Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    ગુજરાત

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હિંમતનગર,તા.૧૧

    Chandipura virusનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ગઈકાલ (શુક્રવાર) મોડી રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થવા પામ્યું છે. અત્યાર સુધીમાં પાંચ બાળકોનો ચાંદીપુરા વાયરસ એ ભોગ લીધો, હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળક સારવાર લઈ રહ્યું છે જેની પણ તબિયત નાજુક છે.

    સાબરકાંઠાના હિંમતનગરમાં સ્થિતિ ચિંતાજનક બની છે. ગત ૨૬ જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ ૭ બાળકો સારવાર માટે દાખલ થયા હતા. દુર્ભાગ્યવશ, તેમાંથી ૫ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. હાલમાં એક બાળક વેન્ટિલેટર પર છે, જેની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. એક બાળક સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

    ખેડા જિલ્લાના સાલોડ ગામમાં ૧ વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. વડનગર સિવિલ હોસ્પિટલમાં મહેસાણા અને સાબરકાંઠાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી કુલ ૧૭ બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે, જેમાંથી ૬ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કમનસીબે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૩ બાળકોના મોત થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ગત વર્ષે પણ રાજ્યના ૧૪ જિલ્લાના ૬૧ ગામોમાં આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો.

    તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગ અને બાળરોગ નિષ્ણાંતો સાથે વિડિયો કોન્ફરન્સ કરી સમીક્ષા કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    તબીબો દ્વારા વાલીઓને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો બાળકને તાવ આવે અથવા ઉલટી જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર તરત નજીકની સિવિલ કે બાળરોગ નિષ્ણાંતની હોસ્પિટલમાં તપાસ કરાવો. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. રાત્રે સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરો. આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

    સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ રાજસ્થાન ના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો બાળકોમાં જોવા મળે છે તે પૈકીના સાત જેટલા બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગત ૨૬ તારીખથી અત્યાર સુધી નોંધાયા હતા જોકે સાત બાર દર્દીઓ પૈકી પાંચ બાર દર્દીઓના મોત થવા પામે છે જ્યારે એક બાળક સાજું થયું હતું જેને તબીબો દ્વારા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જોકે હાલમાં હજુ એક બાળક ચાંદીપુરા વાયરસ સામે જજુમી રહી છે અને જેની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે તબીબો દ્વારા સતત બાળકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

    હાલમાં બાળક વેન્ટિલેશન પર મૂકવામાં આવ્યું છે જેને લઇને તબીબો પણ હાલ તેની તબિયત નાજુક હોવાનું જણાવી રહ્યા છે. જોકે સિવિલ હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત તબીબ દ્વારા ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ની વાત કરતા કહ્યું હતું કે તાવ અને વોમિટિંગ થાય ત્યારે તરત જ વાલીઓએ તેઓના બાળકને સિવિલ હોસ્પિટલ અથવા નજીકની કોઈપણ બાળકોની હોસ્પિટલમાં તબીબી સલાહ લેવાની અપીલ કરી હતી એટલું જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ રાત્રે સુતા સમયે મચ્છરદાની નો ઉપયોગ અવશ્ય કરવા માટે અપીલ કરી હતી. કલેક્ટર દ્વારા સિવિલ ,ખાનગી બાળરોગ નિષ્ણાંત તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રાસિંગ કરી સમીક્ષા કરી હતી.

    Chandipura virus
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.