Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»CM ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
    અમદાવાદ

    CM ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 13, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે

    Ahmedabad,તા.૧૩

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી – ૨૦૨૫ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

    મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા ત્યાર કરવામાં આવેલું ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ ‘કરુણા અભિયાન -૨૦૨૫ સિગ્નેચર’ કેમ્પનમાં પણ ભાગ લીધો હતો.

    આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી.સિંગએ કહ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

    મુખ્યમંત્રીની આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, કાઉન્સિલરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારના સચિવ સંદિપ કુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન જયપાલ સિંગ, અમદાવાદના નાયબ વન સંરક્ષક પ્રિયંકાબહેન ગેહલોત અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી- ૨૦૨૫ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.

    રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્‌સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “ૐૈ” મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮૦૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

    Ahmedabad CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.