Mumbai તા.2
દેશમાં સોફટડ્રિન્કસ વેચાણમાં અગ્રણી કોકાકોલા કંપની હવે તેના ભારતીય પેટા કંપનીનો પબ્લીક ઈશ્યુ લઈને આવી રહી છે. હિન્દુસ્તાન કોકાકોલા હોલ્ડીંગ પ્રા.લી. એ કોકાકોલાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ભારતીય સબસીડરી છે અને કોકાકોલાનો હિસ્સો 60 ટકા અને તેના ભારતીય પાર્ટનર ભરતીયા ગ્રુપનો 40 ટકા છે.
હવે કોકાકોલા પોતાનો અને તેના ગ્રુપ પાર્ટનરનો થોડો હિસ્સો બજારમાં વેચવા તૈયારી કરી રહી છે. જો કે તે આગામી વર્ષે આવશે અને મુંબઈ સ્ટોક એકસચેંજ તથા નેશનલ સ્ટોક એકસચેંજમાં લીસ્ટેડ થશે.
ટાટા ગ્રુપમાં વધુ એક નવી પેઢીઃ માયા ટાટા હવે ટાટા ડીઝીટલ સંભાળશે
રતન ટાટાના નિધન બાદ હવે ટાટા ગ્રુપમાં આ ફેમીલીના નવા નવા ચહેરા આવી રહ્યા છે જેમાં હવે ટાટા ડીઝીટલ માટે માયા ટાટાની પસંદગી કરવામાં આવી છે. જેઓ ટાટા ગ્રુપના વડા નેઓલ ટાટાના પુત્રી છે અને તેઓ ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ અને ટાટા કન્ઝયુમરનું પણ કામ જોશે. 37 વર્ષીય માયા ટાટા એ વિદેશમાં અભ્યાસ કર્યો છે અને લાંબા સમયથી ગ્રુપમાં કામકાજ જોઈ રહ્યા છે.
ટાટા ગ્રુપને પણ લોનની જરૂર પડીઃ જેએલઆર બે બીલીયન પાઉન્ડ ઉભા કરશે
રમુજમાં એમ કહેવાય છે કે હું ટાટા બિરલા નથી એટલે કે નાણાંકીય રીતે ફસદ્ધર નથી પણ ટાટા ગ્રુપ પણ હવે બજારમાં નાણાં શોધી રહ્યું છે. આ ગ્રુપની લકઝરી કાર બ્રાન્ડ જેગુઆર લેન્ડરોવર ઓટોમેટીવ જે દુનિયાભરમાં અત્યંત મોંઘી કાર વેચે છે.
તેણે હવે જુના દેવાનુ પેમેન્ટ કરવા પાંચ વર્ષ માટે બે બીલીયન પાઉન્ડ આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી મેળવવાની તૈયારી કરી છે. આ માટે સાત જેટલી બેંકો તૈયાર છે અને આગામી સમયમાં તેની જાહેરાત થશે.
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધીઃ વેદાંત ગ્રુપ પર ઈડીના દરોડા
માઈનીંગ અને નેચરલ રિસોર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંત ગ્રુપ પર આજે સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના દરોડા શરૂ થયા છે. દિલ્હી અને મુંબઈ સ્થિત આ ગ્રુપના વિવિધ ઓફીસો અને અન્ય બિઝનેસ હિતો પર દરોડા શરુ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ વિદેશી ચલણ હુંડીયામણ ધારા જેને ફેમા તરીકે ઓળખવામાં આવે છે તે સંબંધમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં જ કંપનીને શ્રેષ્ઠ ડોમેસ્ટીક રેટીંગ મળ્યું હતું અને તે અનેક ક્ષેત્રમાં કાર્યરત છે તે સમયે આ કાર્યવાહીથી ચર્ચા જાગી છે.

