Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uttar Pradesh માં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી

    Vikram RavalBy Vikram RavalAugust 30, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ghaziabad,તા.30

    ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં તોડફોડ કરીને આગચંપી કરી દીધી.

    ઘટનાથી નારાજ લોકોએ સૂર્યનગર પોલીસ ચોકીની બહાર જોરદાર હોબાળો કરી દીધો. એડિશનલ સીપી દિનેશ કુમાર, ડીસીપી ટ્રાન્સ હિંડન નિમિષ પાટીલ સહિત તમામ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. જોકે, લોકો મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમના હવાલે કરવાની માગ કરતાં રહ્યાં. રાત્રે આઠ વાગે લોકો શાંત થયા અને રસ્તા પરથી હટ્યા. તે બાદ મોડી રાત સુધી પ્રદર્શન કરનાર લોકો અને અધિકારીઓમાં ચર્ચા ચાલી.

    પોલીસના જણાવ્યા અનુસાર લિંકરોડ પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં પીડિતા પરિવાર સાથે રહે છે. ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સગીરાના ભાઈએ જણાવ્યુ કે ‘બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગે ઘરની નજીક ભંગારની દુકાન ચલાવનાર અન્ય સમુદાયનો આરોપી ફૈઝાન ત્રણ મિત્રો સાથે અમારા ઘરમાં ઘૂસ્યો. તે લોકોએ મારી બહેનની સાથે છેડતી શરૂ કરી. જ્યારે મે વિરોધ કર્યો તો આરોપીઓએ મારી બહેનની સાથે મારામારી કરીને દુષ્કર્મ ગુજાર્યું.’ ઘટનાના સમયે આઠ વર્ષનો નાનો ભાઈ ઘરની આસપાસ હતો જ્યારે અન્ય લોકો બહાર હતાં. પીડિતાએ બૂમો પાડી એટલે આરોપીના ત્રણેય મિત્રો ભાગી ગયા, જેમને જોઈને આસપાસ રહેતાં લોકો ભેગા થઈ ગયા, જ્યાં સુધી પરિવારના સભ્યો ઘરે પહોંચે તે પહેલા ફૈઝાન પણ ફરાર થઈ ગયો.

    બેભાન અવસ્થામાં મળેલી પીડિતાના ભાઈએ જણાવ્યું કે જ્યારે અમે ઘરે પહોંચ્યા તો બહેન બેભાન અવસ્થામાં મળી. તેની હાલત ગંભીર હતી. ભાઈએ પિતાને જણાવ્યુ અને લિંક રોડ પરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એસીપી સાહિબાબાદ રજનીશ ઉપાધ્યાયે જણાવ્યુ કે કેસ નોંધીને ફૈઝાનની ધરપકડ કરી લેવાઈ હતી. અન્ય ત્રણ આરોપીઓની ઓળખના પ્રયત્ન ચાલુ છે.

    તમામ આરોપીઓની ધરપકડની માગ

    ઘટનાની જાણકારી મળતાં જ હિંદુ પરિવાર ગૌરક્ષકના કાર્યકર્તા સહિત અમુક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો કર્યો. ચારમાંથી એક આરોપીની ધરપકડને લઈને હોબાળો કર્યો. સાથે જ અન્ય આરોપીઓની ધરપકડની માગ કરી. અધિકારીઓએ સમજાવીને શાંત કર્યા. તે બાદ અમુક લોકો પીડિતાની ઘરની નજીક આરોપીની દુકાન પર પહોંચ્યા અને તોડફોડ કરી દીધી. ભીડે ડઝન વાહનોમાં તોડફોડ કરી ઈ-રિક્ષામાં આગ લગાડી દીધી. પોલીસ કર્મચારી પહોંચ્યા તો જિલ્લાધિકારીને ઘટના સ્થળે બોલાવવાની માગ પર અડગ રહ્યાં. પ્રદર્શન કરનાર લોકો સૂર્યનગર ચોકી પહોંચ્યા અને ટ્રાફિક જામ કરી દીધો. લોકોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કરતાં હોબાળો કર્યો.

    હળવો બળ પ્રયોગ

    હોબાળો કરી રહેલા લોકો પોલીસના સમજાવવા પર સાંજે છ વાગે હટી ચૂક્યા હતાં પરંતુ થોડા સમય બાદ ફરીથી એકત્ર થઈ ગયા. આ દરમિયાન આગચંપી અને તોડફોડથી માહોલ ગરમાઈ ગયો. અધિકારીઓએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માન્યા નહીં. તે બાદ પોલીસે હળવો બળ પ્રયોગ કરીને લગભગ 08.35 મિનિટે તેમને હટાવી દીધી. આ દરમિયાન પીએસીને પણ બોલાવવામાં આવ્યા.

    વાહન ચાલકોને હાલાકી

    કોંગ્રેસ પ્રવક્તા ડોલી શર્માએ મામલા અંગે ટ્વીટ કરીને આકરી કાર્યવાહીની માગ કરી છે. સૂર્યનગર ચોકી પર પહોંચેલા લોકોમાં મહિલાઓ પણ સામેલ રહી. લોકોએ હાથમાં બેનર લઈને પ્રદર્શન કર્યું. બેનર પર લખેલુ હતું કે આરોપીને ફાંસી આપો. પ્રદર્શનના કારણે આસપાસના ચાર પોલીસ સ્ટેશનોની પોલીસ બોલાવવી પડી. ત્યારબાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો. પ્રદર્શનના કારણે સૂર્યનગર ફ્લાયઓવર સિવાય બ્રિજ વિહાર પુલથી રામપ્રસ્થ સુધી ટ્રાફિક જામ થઈ ગયો. સાંજે વાહનોનું વધુ દબાણ હોવાથી લોકો ઘણા સમય સુધી ટ્રાફિક જામથી પરેશાન રહ્યાં. બાદમાં હોબાળો સમાપ્ત થવા પર લોકોને રાહત મળી.

    કાર્યવાહીમાં બેદરકારીનો આરોપ

    લોકોનો આરોપ છે કે સગીરા સાથે દુષ્કર્મ અને આરોપી અન્ય સમુદાયનો હોવા છતાં પણ પોલીસે સમયસર મામલામાં ગંભીરતા દર્શાવી નથી. સવારે હોબાળો થવા પર પણ અધિકારી અજાણ્યા રહ્યાં અને તોડફોડ અને આગચંપીનો અણસાર આવવા દીધો નહીં. આ મામલે સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટની પણ વાત સામે આવી છે. તે બાદ પણ જરૂરી પગલાં સમયસર ઉઠાવવામાં આવ્યા નહીં. આસપાસના લોકોનું કહેવું હતું કે ઘણા સમય સુધી પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા નહોતાં.

    પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. તોડફોડ, આગચંપી અને ટ્રાફિક જામ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફોટો-વીડિયોથી ઓળખ કરીને તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.

    Communal-Riots Ghaziabad Police Protest Rape-Case Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.