New Delhi,તા.19
કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડિયાએ મેટા પર પોતાના દબદબાનો દુરુપયોગ કરવા માટે 213 કરોડ 14 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ 2021ની પ્રાઈવસી પોલિસી અપડેટના સંબંધમાં પ્રતિસ્પર્ધા વિરોધી હરકતો માટે લગાવવામાં આવ્યો છે.
આ મામલો વોટસએપની 2021ની પ્રાઈવસી પોલિસીને લાગુ કરવાની સાથે યુઝર ડેટા મેળવવા અને મેટાની બીજી કંપનીઓ સાથે તેને શેર કરવાના મામલા સાથે જોડાયેલો છે.
કમીશને મેટા અને વોટસએપને એ નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ એક નિશ્ચિત સમયમાં સુધારાના કેટલાક પગલા ભરે. કમીશને નિર્દેશ કર્યો છે કે વોટસએપ પોતાના પ્લેટફોર્મ પર કલેકટ કરવામાં આવે છે. યુઝર ડેટાને મેટાની બીજી કંપનીઓ કે મેટા કંપની પ્રોડકટસની સાથે વિજ્ઞાપનના ઉદેશોને શેર નહીં કરે. આ રોક પાંચ વર્ષ માટે લગાવી છે.
આ મામલામાં કમીશને બે સંબંધીત માર્કેટસને અલગ અલગ કરીને જોયા છે. તેમાં ભારતમાં સ્માર્ટ ફોનથી ઓટીટી મેસેજીંગ એપ્સના માર્કેટને અલગ માનવામાં આવ્યું અને ભારતમાં ઓનલાઈન ડિસ્પ્લે એડવર્ટાઈઝીંગને અલગ માર્કેટ માનવામાં આવ્યૂ કમીશને જાણ્યુ કે મેટા ગ્રુપનો સ્માર્ટફોનથી ઓટીટી એપ્સનાં માર્કેટમાં દબદબો છે.
2021 ની શરતોથી મુકિત!
વિજ્ઞાપન ઉપરાંત બીજા ઉદેશથી વોટસએપ યુઝર ડેટા શેર કરવાનાં મામલામાં વોટસએપ યુઝર ડેટા શેર કરવાનાં મામલામાં વોટસએપ પોલીસીમાં મેટાની બીજી કંપનીઓ સાથે શેર કરેલ ડેટાની જાણકારી આપવી પડશે.
વોટસ એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સ પર ડેટાને મેટાની બીજી કંપનીઓ કે મેટા કંપની પ્રોડકટસની સાથે શેર કરવાની શરત નહિં થોપી બેસાડવામાં આવે તેની જાણકારી ઈન-એપ નોટીફીકેશનથી આપવાની રહેશે.
2021 નાં અપડેટમાં શરતો સ્વકિર કરનાર યુઝર્સને પણ આ વિકલ્પ મળશે યુઝર્સને પણ આવા ડેટા શેરીંગનાં બારામાં પોતાની વોઈસને બદલવાનો વિકલ્પ પણ આપવો પડશે. આ વોટસએપ એપ્લીકેશનની એરીંગ્સમાં એક ટેબથી ઉપલબ્ધ કરાવવી પડશે.

