Rajkot,તા.10
ગોંડલ ચોકડી, ભક્તિનગર સર્કલ , શાસ્ત્રી મેદાન અને જામટાવર પાસે સટ્ટો રમતા ચાર ઝડપાયા: ચાર મોબાઈલ કબજે
શહેરના ચાર સ્થળે ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી. અને પીસીબીની ટીમે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને અને સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન જુગાર રમતા એક શખ્સને પકડી લીધો છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ ચોકડી પાસે એકશખ્સ મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના એ.એસ.આઇ.એમ. બી. ગોસ્વામી તથા કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો છાત્ર તુષાર મુકેશભાઇ રાંક (રહે. રામેશ્વર રોયલ પાર્ક કોઠારીયા રીંગ રોડ) ને પકડી લઇ મોબાઇલ ફન કબ્જે કર્યો હતો.જયારે બીજા દરોડામાં પીસીબીના હેડ કોન્સ જી.પી.ચૌહાણ અને હરદેવસિંહ રાણા સહિતે બાતમીના આધારે ભકિતનગર સર્કલ મેઘાણી રંગભવન પાસે મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચપર સટ્ટો રમતો રોહિત રમેશભાઈ ડાભી (રહે. યુનિવર્સિટી રોડ સરીતા બિહારના પુલ પાસે મફતીયાપરામાં) ને પડકી લઇ મોબાઇલ કબ્જે કર્યો હતો.
જયારે ત્રીજા દરોડામાં- સાયબરક્રાઇમ પોલીસના એ.એસ.આઇ. વિવેક ભાઇ કુછડીયા અને દિગ્વીજયસિંહઝાલા સહિત ના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સામે આવેલી હોટલ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતા આકાશ પ્રદિપભાઇ કાનાણી (ઉ.વ.૨૮) (રહે. કોઠારીયા રોડ સોમનાગ સોસાયટી શેરી નં.૨)ને પકડી લીધો હતો.ચોથા દરોડામાં પીસીબીના હેડ કોન્સ કે.આર. જાડેજા અને કોન્સ.યુવરાજસિંહ રાણા સહિતે શાસ્ત્રી મેદાન પાસે ટેકસી સ્ટેન્ડની સામેથી આશીફ ઉર્ફે આશલો આદમભાઇ રાઉમા (ઉ.વ.૪૨) (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૧) ને મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.
જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા
શહેરના ઢેબર રોડ પર આવેલી કાન્તા શ્રી વિકાસ સ્કુલની ગેટ ની સામે જાહેરમાં જુગાર રમતા , હનીફ ગનીભાઈ ઝુલાણી , જુમાજીવાભાઈ ઠેબા , કયુમ ફિરોજભાઈ શિશાંગિયા , આર્યન ઉર્ફે અશ્વિન મગનભાઈ મકવાણા અને દિપક મનુભાઈ નકુમ નામના પત્તા પ્રેમીઓને ભક્તિનગર પોલીસની ટીમે ઝડપી લઇ , જુગાના પટમાંથી રૂ. ૧૦.૨૫૦ની રોકડ કબજે કરી છે.