Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી
    • Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો
    • Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા
    • Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો
    • Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી
    • Junagadh: રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Junagadh: યુવાનને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી રૂા.43 લાખ ડુબાડી દીધા
    • Bhavnagar પોલીસ એક્શન 4921 શખ્સો સામે અટકાયતી પગલાં, પાંચને પાસા હેઠળ જેલભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»CRRમાં ઘટાડો તથા NRI Deposit માં વ્યાજ મર્યાદા વધારાતાં રૂપિયો ઉંચકાયો
    વ્યાપાર

    CRRમાં ઘટાડો તથા NRI Deposit માં વ્યાજ મર્યાદા વધારાતાં રૂપિયો ઉંચકાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉંચા મથાળેથી ઝડપી પીછેહટ દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૪.૭૪ વાળા આજે સવારે રૂ.૮૪.૬૫ ખુલ્યા પછી ભાવ વધુ ગબડી નીચામાં રૂ.૮૪.૫૩ સુધી ઉતરી ગયા હતા. ત્યારબાદ ભાવ ફરી ઉંચકાઈ ઉંચામાં રૂ.૮૪.૭૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૬૯ રહ્યા હતા.  

    શેરબજારમાં જો કે વધ્યા ભાવથી પીછેહટ દેખાવા છતાં કરન્સી બજારમાં આજે રૂપિયો એકંદરે મજબૂત રહ્યો હતો. દરમિયાન, રિઝર્વ બેન્ક દ્વારા આજે બહાર પાડવામાં આવેલી ધિરાણ નીતિમાં બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવતાં તેતની અસર કરન્સી બજાર પર દેખાઈ હતી.  આરબીઆઈ દ્વારા સીઆરઆર ઘટાડવામાં આવતાં બજારમાં નાણાં પ્રવાહિતા વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

    જો કે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો વધ્યો હતો. પરંતુ વિકલી ધોરણે ગણતાં આ સપ્તાહમાં સાપ્તાહિક ઘટાડો આગળ વધતાંછેલ્લા સતત પાંચ સપ્તાહથી રૂપિયો નીચે ઉતરતો રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું

    આરબીઆઈ દ્વારા ફોરેન કરન્સી નોન-રેસીડન્ટ  ભારતીયો માટે ફોરેન કરન્સી ડિપોઝીટો પરના વ્યાજના દરમાં ટોચ મર્યાદા વધારી છે અને તેના પગલે દેશમાં આવી થાપણો મારફત ડોલરનો પ્રવાહ વધવાની આશા ઊભી થતાં મુંબઈ કરન્સી બજારમાં તેના પગલે પણ રૂપિયા સામે ડોલરના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.

    જો કે મુંબઈ બજારમાં આજે ડોલરના ભાવ તૂટયા પછી નીચા મથાલે આયાતકારો તથા ઓઈલ કંપનીઓ ડોલર ખરીદવા આવતાં તેના પગલે બપોર પછીના ગાળામાં ડોલરના ભાવ નીચા મથાળેથી ફરી ઉંચકાયા હતા એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

    જો કે વિશ્વ બજારમા વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૫.૭૧ વાળો આજે નીચામાં ૧૦૫.૬૮ થયા પછી ઉંચામાં ૧૦૫.૯૦ થઈ ૧૦૫.૮૨ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે આજે ડોલરમાં પીછેહટ જ્યારે બ્રિટીશ  પાઉન્ડ અને યુરોપીયન કરન્સી યુરોના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. 

    બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૭ પૈસા વધી ઉંચામાં રૂ.૧૦૮ પાર કરી રૂ.૧૦૮.૧૬ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૮.૦૭ રહ્યા હતા. જ્યારે યુરોના ભાવ ૩૭ પૈસા વધી ઉંચામાં રૂ.૮૯.૭૩ થઈ છેલ્લે રૂ.૮૯.૫૯  રહ્યા હતા.

    દરમિયાન, ભારતનો ફોરેક્સ રિઝર્વ તાજેતરમાં એકધારા ઘટાડા પછી હવે વધુ ઘટતો અટકી ૧.૫૧ અબજ ડોલર વધી ૬૫૮.૦૯  અબજ ડોલર થતાં તેની અસર રૂપિયા પર દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૪૧ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૫ ટકા માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા.

    RBI Governor Shaktikanta Das
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026

    Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો

    April 22, 2026

    Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી

    April 22, 2026

    Junagadh: રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.