તોફાનના કારણે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ,અત્યાર સુધી ચારના લોકોના મોત
ચેન્નાઇ,તા.૧
બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું ફંગલ તમિલનાડુમાંથી પસાર થયું છે વાવાઝોડું સાંજે ૭ઃ૩૦ વાગ્યે પુડુચેરીના કરાઇકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું.આઇએમડી અનુસાર, વાવાઝોડું રાત્રે ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ ની વચ્ચે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરી ગયું હતું.આ દરમિયાન ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકોમાં તોફાન નબળું પડી જશે. તોફાનના કારણે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.અત્યાર સુધી ચારના મોત થયા છે. વાવાઝોડાની અસર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહી છે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. એટીએમ પાસે શોર્ટ સર્કિટના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
શહેરમાં ઘણી ફ્લાઈટને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દોડી રહી છે.તમિલનાડુ અને પુડુચેરીના કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, ચેન્નાઈ અને માયલાદુથુરાઈ જિલ્લામાં આજે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી.આ જિલ્લાઓમાં લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ૭ ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં ૩૦ જવાનો રાખવામાં આવ્યા છે.
જો કે, તમિલનાડુ અને પુડુચેરીમાં કોઈ મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી,જ્યાં ભારતીય સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૦૦ થી વધુ લોકોને બચાવ્યા હતા. લેન્ડફોલ પછી, ચક્રવાત ફેંગલ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની આગાહી છે. તમિલનાડુમાં આગામી ૪૮ કલાક સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, ચક્રવાતી તોફાન આગામી ત્રણથી ચાર કલાકમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. લોકો બીચની નજીક ન જાય તે માટે આખો રસ્તો અને બીચ નજીકના ઘણા પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. શનિવારે પણ શાળા અને કોલેજો બંધ રહી હતી.આગાહીમાં માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી અને એક મીટર (ત્રણ ફૂટ) ઊંચા મોજાંની આગાહી કરવામાં આવી હતી, જે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું કરે છે.
ચક્રવાત ફેંગલની તીવ્રતાને કારણે ભારે વરસાદને પગલે ચેન્નઈના એગમોર વિસ્તાર નજીક પૂનમલી હાઈ રોડ (ઇવીઆર પેરિયાર સલાઈ) પાણી ભરાઈ ગયો હતો. આ સાથે ચેન્નઈના ક્રોમપેટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિને પણ ચક્રવાત ફેંગલ રાજ્યમાં પહોંચ્યા બાદ અસરગ્રસ્ત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
રિપોર્ટ મુજબ તોફાન પ્રભાવિત લોકોની મદદ માટે ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૧૨ અને ૧૦૭૭ રાખવામાં આવ્યા છે. સંકટ કોલ માટે એક વોટ્સએપ નંબર (૯૪૮૮૯૮૧૦૭૦) જારી કરાયો છે.એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરાઈ છે. તોફાની પવન અને સમુદ્રમાં ઉઠી રહેલી ઊંચી લહેરોને જોતા અધિકારીઓએ માછીમારીને દરિયામાં ન જવાની સલાહ આપી છે.ભારે પવનથી થનારા સંભવિત જોખમને ઘટાડવા માટે તમિલનાડુ સરકારે પડનારી વસ્તુઓ ક્રેન અને અન્ય મશીનોને જમીન પર ઉતારી દીધા છે. બિલબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ્સ મજબૂત કરાયા છે અથવા હટાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૩ ડિસેમ્બર સુધી ચક્રવાતી તોફાનના પ્રભાવથી તમિલનાડુના અંતરના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આંધી તોફાન સાથે વીજળી ચમકી શકે છે.દિલ્હીમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. દિલ્હીમાં સવારના સમયે પ્રબળ સપાટી પરનો પવન ૪ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે બદલાતી દિશામાંથી ફૂંકાય તેવી શક્યતા છે. સવારે મધ્યમ ધુમ્મસની શક્યતા છે. આ પછી પવનની ગતિ વધશે અને બપોર પછી તે ચલ દિશા સાથે ૬ કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે. આ પછી સાંજ અને રાત્રિ દરમિયાન પવનની ગતિ ચલ દિશા સાથે ૪ કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા હજુ પણ ઝેરી છે. ડિસેમ્બરના પહેલા દિવસે પણ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઇ) અત્યંત નબળી શ્રેણીમાં છે. વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં પહેલાથી જ ઘણા નિયંત્રણો લાગુ છે. આ હોવા છતાં, બે મહિના પછી એટલે કે ડિસેમ્બરના પ્રથમ દિવસે, એકયુઆઇ સ્તર ૩૦૦ થી વધુ છે.

