Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બાબા હરદેવસિંહજીને સમર્પિત-સમર્પણ દિવસ
    લેખ

    બાબા હરદેવસિંહજીને સમર્પિત-સમર્પણ દિવસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2026Updated:May 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    યુગદ્રષ્ટા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના દિવ્ય,સર્વપ્રિય સ્વભાવ તથા તેમના વિશાળ અલૌકિક વિચારસરણી માનવકલ્યાણના માટે સમર્પિત હતી.તેમને પૂર્ણ સમર્પણ,સહનશીલતા તથા વિશાળતા સાથે બ્રહ્મજ્ઞાનરૂપી સત્યનો સંદેશ માનવમાત્ર સુધી પહોચાડ્યો અને વિશ્વભાઇચારાની પરિકલ્પનાને વાસ્તવિકરૂપ પ્રદાન કર્યું હતું.

    જ્યારે કોઇ મહાન આત્માનું જીવન માનવતાના કલ્યાણના માટે પૂર્ણતઃ સમર્પિત થઇ જાય છે ત્યારે તેમની સ્મૃતિઓ ફક્ત ઇતિહાસમાં વર્ણિત રહેતી નથી પરંતુ યુગો યુગો સુધી જનમાનસના માટે પ્રેરણાનો દિવ્ય સ્ત્રોત બની જાય છે.આવા જ માનવતા,પ્રેમ,વિનમ્રતા અને આધ્યાત્મિકતા જાગૃતિના અદ્વિતિય પ્રતિક યુગ દ્રષ્ટા બાબા હરદેસિંહજી મહારાજની પાવત સ્મૃતિમાં સંત નિરંકારી મિશન દર વર્ષે ૧૩મી મે ને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે અને સદગુરૂ બાબાજીના દૈવીજીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લેવા માટે વિશેષ સંત સમાગમ અને સત્સંગ સમારોહનું આયોજન કરે છે.આ વર્ષે સંત નિરંકારી મિશનના વર્તમાન સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સામલખા (હરીયાણા) ખાતે વિશાળ નિરંકારી સંત સમાગમના રૂપમાં સમર્પણ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ગોધરા ખાતે સંત નિરંકારી સત્સંગ ભવન,ભુરાવાવ ખાતે સાંજે ૬ થી ૮ કલાકે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

    સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે ૩૬ વર્ષ સુધી સદગુરૂના રૂપમાં સંત નિરંકારી મિશનના વડા તરીકે લગામ સંભાળી હતી, તેમને આધ્યાત્મિક જાગૃતિની સાથે સાથે સમાજ કલ્યાણના માટે અનેક કાર્યોની રૂપરેખા પ્રદાન કરી,જેમાં મુખ્યત્વે રક્તદાન,બ્લડબેંકની રચના, આંખની તપાસ શિબીર,વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરેના આયોજનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.એક આદર્શ સમાજની સ્થાપના કરવા માટે મહિલા સશક્તિકરણ તથા યુવાનોની ઉર્જાને નવો આયામ આપવા માટે ઘણી પરિયોજનાઓ માટે કાર્યો કર્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક આપત્તિના સમયે પણ તેમના માર્ગદર્શન હેઠળ સંત નિરંકારી મિશન દ્વારા નિરંતર સેવાઓ આપવામાં આવે છે.

    સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે માનવતાનું દિવ્ય સ્વરૂપ બનાવવા નિરંકારી સંત સમાગમોની અવિરલ શૃંખલા આગળ વધારી જેમાં તેમને માનવમાત્રને બ્રહ્મજ્ઞાનરૂપી દોરામાં પરોવીને પ્રેમ અને નમ્રતા જેવા દિવ્યગુણોથી પરીપૂર્ણ કર્યા.માનવતા એ જ મારો ધર્મ છે-આ વાક્યને ચરિતાર્થ કરીને સંત નિરંકારી મિશનની શિક્ષાઓને નાના નાના ગામડાઓથી લઇને દૂર દેશો સુધી વિસ્તૃત કરી,તેમને હંમેશાં એ જ સમજાવ્યું કે ભક્તિની ધારા જીવનમાં નિરંતર વહેતી રહેવી જોઇએ.

    બાબા હરદેવસિંહજીને માનવમાત્રની સેવાઓમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ દેશ વિદેશમાં પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમને ૨૭ યુરોપીય દેશોની સંસદ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને સંયુક્ત રાષ્ટના મુખ્ય સલાહકાર પણ બનાવવામાં આવ્યા હતા, સાથે સાથે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુ માટે આંતરરાષ્ટિય સ્તરે તેમનું સન્માનિત કરવામાં આવ્યું હતું.

    સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ,બાબા હરદેવસિંહ મહારાજના ઉપદેશોનો ઉલ્લેખ કરતાં કહે છે કે  બાબાજીએ પોતાનું સમગ્ર જીવન માનવમાત્રની સેવા માટે સમર્પિત કરી દીધું.સંત નિરંકારી મિશનનું ૩૬ વર્ષો સુધી નેતૃત્વ કરીને તેમને દરેક ભક્તોને માનવતાના પાઠ ભણાવીને તેમના કલ્યાણનો માર્ગ મોકળો કર્યો છે. બાબાજીએ જીવનના દરેક ક્ષેત્રોમાં હંમેશાં સર્વશક્તિમાન નિરાકાર પ્રભુની ઇચ્છા ઉપર વિશ્વાસ રાખવા ભાર મુક્યો છે.સદગુરૂ માતાજી વારંવાર કહે છે કે અમારે અમારા કર્મોથી એક સાચા માનવ બનીને પ્રતિપલ સમર્પિત ભાવથી પોતાનું જીવન જીવવાનું છે અને એ જ સાચા અર્થમાં બાબાજીના પ્રત્યે અમારૂં સૌથી મોટું સમર્પણ કહેવાશે તથા તેમના ઉપદેશો ઉપર ચાલીને અમે તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પિત કરી શકીશું.

    માનવકલ્યાણના પ્રત્યે સમર્પિત સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ સમગ્ર જીવન દરમ્યાન એક આધ્યાત્મિક માર્ગદર્શકના રૂપમાં માનવમાત્રને સત્યનો માર્ગ બતાવતા રહ્યા.આ દ્રષ્ટિકોણને સકારાત્મક સ્વરૂપ આપીને વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ એક નવી ઉર્જા તથા મક્કમતાથી આગળ વધી રહ્યાં છે.વર્તમાન સમયમાં સર્વત્ર વેર,ઇર્ષ્યા,દ્રેષનું વાતાવરણ વ્યાપેલું છે,દરેક માનવ અન્ય માનવીનું  ફક્ત અહિત કરવામાં જ વ્યસ્ત છે તેવા સમયમાં બાબા હરદેવસિંહજી મહારાજના પ્રેરણાદાયી સંદેશ કુછ ભી બનો મુબારક હૈ પર પહલે તુમ ઇન્સાન બનો,દિવાલ રહિત સંસાર,એકને જાણો એકને માનો એક બની જાઓ,યોગ્યતાનું પહેલું લક્ષણ છે અયોગ્યતાનો બોધ,અયોગ્યતાનું પહેલું લક્ષણ છે યોગ્યતાનો દંભ,એકને જાણો એકને માનો એક બનો,ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી..વગેરેને જીવનમાં અપનાવવાની નિતાંત આવશ્યકતા છે,તો જ સાચા અર્થમાં વિશ્વમાં અમન અને શાંતિનું વાતાવરણ સ્થાપિત થઇ શકશે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…વાજબી અપીલ સામે વાંધો

    May 12, 2026
    ધાર્મિક

    ગંગા પુત્ર તરીકે દ્યો નામનાં ‘વસુ’ નો કુરુ વંશમાં જન્મ થયો અને જે પિતામહ ભીષ્મ કહેવાયા!

    May 12, 2026
    લેખ

    મા એટલે “મહાનતા નો મહેરામણ”! અને એ જ બાળકને માનવતા નાં પંથે દોરે છે!

    May 12, 2026
    લેખ

    તંત્રી લેખ… ભારતીય રાજકારણનો બદલાતો ચહેરો

    May 11, 2026
    લેખ

    પક્ષપલટાથી સત્તાના શિખર સુધી- પક્ષપલટા, વ્યૂહાત્મક રોકાણ – ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, બિહાર

    May 11, 2026
    ધાર્મિક

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.