મુંબઈની કંપનીને કોન્ટ્રાક્ટ માટે એન. ઓડેદરા કંપની પાસેથી લીધેલી રકમનો ચેક પરત ફરવાના કેસ સામે દાદ માંગી
Rajkot, તા.09
મુંબઈ સ્થીત પ્રા.લી. કંપનીએ ગુજરાત સરકાર (ક્લાઈટ )ના અલગ અલગ વોટર સપ્લાઈ પ્રોજેક્ટના કામ પૂર્ણ કરવા એન. ઓડેદરા એન્ડ કંપની પાસેથી લીધેલા રૂપિયા પૈકી ચુકવણી માટે આપેલો રૂપિયા પાંચ કરોડનો ચેક પરત ફરવાના કેસમાં આરોપી દ્રારા કરવામા આવેલી પ્રોસીડીંગ સ્ટેની અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ મુંબઈ સ્થીત પ્રાઈવેટ લીમીટેડ કંપની પ્રતીભા ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાઈરેક્ટર અજીત બી. કુલકર્ણીને ગુજરાત સરકાર (ક્લાઈટ ) દ્રારા અલગ અલગ વોટર સપ્લાઈ પ્રોજેક્ટ બનાવવા તથા એક્ઝીક્યુશન માટે કોન્ટ્રાકટ મળ્યો હતો. જેથી આરોપી પ્રાઇવેટ લીમીટેડ કંપનીને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી એન. ઓડેદરા એન્ડ કંપનીના પ્રોપરાઈટર નાગેશભાઈ રાજશીભાઈ ઓડેદરા પાસે ગુજરાત સરકાર (કલાઈટ) દ્રાર મેલ કોન્ટ્રાકટ પુરા કરવા આર્થીક સહાયની માંગણી કરતા ફરીયાદી દ્રારા આરોપી કંપનીને તથા તેના મેનેજીંગ ડાયરેક્ટરને રૂ.20 કરોડના બે અલગ અલગ હપ્તામાં કરમ પુરી પડી કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ સંપુર્ણ પણે પુરો કરવાની જવાબદારી ફરીયાદીએ લીધી હતી. કોન્ટ્રાકટ સંદર્ભે ફરીયાદી પેઢીના એકાઉન્ટ સ્ટેટમેન્ટ પ્રમાણે આરોપીઓ પાસેથી કુલ રૂ.5,36,51872 લેણી રકમ નીકળતી હોય જે પૌકી આરોપી દ્વારા આપવામાં આવેલો રૂ.5 કરોડનો ચેક પરત ફર્યો હતો. જે અંગે ફરિયાદીએ કંપની અને તેના ડિરેકટર વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે ફરીયાદના પ્રોસીડીંગ સ્ટે કરવાની અરજી કરવામાં હતી. જે અરજી ચાલી જતા ફરીયાદીના એડવોકેટની મૌખીક દલીલ અને રજુ રાખવામા આવેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ઘ્યાને લઈ રાજકોટ કોર્ટ દ્રારા આરોપી દ્રારા કરવામાં આવેલી પ્રોસીડીંગ સ્ટેની અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.આ કેસમાં ફરીયાદી એન. ઓડેદરા & કંપની વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શીવરાજસિંહ એમ. જાડેજા રોકાયા હતા.