New Delhi,તા.27
નીટ પેપર લીકની સામેના આક્રોશથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટીના જંતરમંતર સહિત દેશભરમાં ફેલાયેલા આંદોલનમાં સરકારની તમામ ધારણાઓ ઉંધી વળી હતી અને અંતે ફકત શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા જ નહી સરકારે પરીક્ષા- સીસ્ટમમાં સુધારા માટે ચાર દિવસમાં ત્રણ મોટી જાહેરાતની ફરજ પડી હતી.
જો આ આંદોલન થયુ ન હોત તો પેપર લીકનો કાનુન પણ સુધર્યા ના હોત. કોઈ ટાસ્ક ફોર્સ પણ રચાઈ ન હોત. કોઈ ફાસ્ટટ્રેક કોર્ટ પણ રાતોરાત નોટીફાય થઈ ન હોત તે નિશ્ચિત છે.
વાસ્તવમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીએ તેને રાજીનામુ આપવુ પડયુ જે છેલ્લે સુધી સરકાર તેનો બચાવ કરતી હતી અને હજુ પણ કરે છે પણ ભાજપમાંથી આંતરિક રીતે પણ કટોકટી હલ કરવામાં નિષ્ફળતા મળી છે તે ચર્ચા થઈ રહી છે.
નવા જેન-ઝેડને ભકત સમજવામાં ભુલ થઈ. આ જનરેશન અત્યાર સુધી રાજકીય રીતે સક્રીય ન હતો તે હવે સક્રીય થયા છે. સોશ્યલ મીડીયા એ તમામ મીડીયાથી ચડીયાતુ મિડીયા પુરવાર થયુ છે. ટીવી ચેનલે અખબારોને મેનેજ કરી શકાય છે પણ સોશ્યલ મીડીયાને નહી તે નિશ્ચિત થઈ ગયુ છે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ધર્મેન્દ્ર પ્રધાને બે વખત રાજીનામાની ઓફર કરી હતી પણ તે ફગાવાઈ હતી. સરકારને વિશ્વાસ હતો કે તે આંદોલનને મેનેજ કરી લેશે પણ તે ખોટો પડયો. સરકારમાં એવું પણ મંતવ્ય હતું કે મંત્રીનું રાજીનામુ સરળ બાબત છે અને સરકાર ટફ માર્ગ પસંદ કર્યા છે પણ તા.20ના રોજ સંસદ કૂચથી આંદોલનકારી રોકાશે નહી તે નિશ્ચિત થયું.
વિવિધ વર્ગોનો ટેકો મળ્યો. સરકારની એ થિયરી લોકોએ ફગાવી કે રાષ્ટ્ર વિરોધી તત્વો આંદોલન ચલાવે છે. ક્રિમીનલો ભણી ગયા છે. દિલ્હી પોલીસે આ માટે તસવીરો જાહેર કરી પણ યુવા આંદોલનમાં જે રીતે કોલેજના વિદ્યાર્થીઓ યુવા તાકાત હતી તે ઈન્સ્ટાગ્રામમાં વધુ સક્રીય હતી.
સરકારે ત્યાં સુધી દલીલ કરી કે પાકમાંથી 100 જેટલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દુષ્પ્રચાર થઈ રહ્યા છે અને 400 સોશ્યલ મીડીયા એકાઉન્ટ ચકાસણી હેઠળ લવાયા હતા અને એ પણ કહેવાયું કે અગાઉ ઓપરેશન સિંદુર સમયે પણ આ એકાઉન્ટ સક્રિય હતા.
આમ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવા સમગ્ર આંદોલન દેશવિરોધી લોકોના હાથમાં તે દલીલ કરતી હતી પણ જંતર મંતરનું તાપમાન એટલુ ઉંચુ હતું કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામુ આપવું પડયું અથવા તેને રાજીનામુ આપવા સૂચના અપાઈ હતી.

