Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું
    • Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
    • Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા
    • મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા
    • FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો
    • Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું
    • ટેનિસ મેચમાં અજીબોગરીબ ડ્રેસ પહેરીને રમવા ઉતરી Naomi Osaka
    • Norway’s Erling Haaland ના ગોલ પાછળનું રહસ્ય શું?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi જિલ્લામાં ડિઝલના ધાંધીયા: ટ્રક-ડમ્પરના પૈડા થંભી જવાનો ભય
    મોરબી

    Morbi જિલ્લામાં ડિઝલના ધાંધીયા: ટ્રક-ડમ્પરના પૈડા થંભી જવાનો ભય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026Updated:May 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi  તા.15
    મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નયરાના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળતું નથી તેવી લોકો તરફથી ફરિયાદ ઉઠી રહી છે અને હાલમાં જે સરકારી પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપ ઉપર પણ ત્યાના કાયમી ગ્રાહક સિવાય નવા આવતા ગ્રાહકોને ડીઝલનો જથ્થો આપવામાં આવતો નથી. આવું વાહન ચાલકો કહી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં પરિસ્થિતી થાળે ન પડે તો ડીઝલના કારણે માલ પરિવહન માટેના ટ્રક, ટ્રેલર અને ડમ્પર સહિતના વાહનોના પૈડા થંભી જાય તો નવાઈ નથી

    થોડા સમય પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જાહેર સભાને સંબોધતા લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાના કાફલાઓમાં ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે અને ડીઝલની વધુમાં વધુ બચત થાય તેના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

    બીજી બાજુ દેશવાસીઓની વાત કરીએ તો ઘણી જગ્યાએ લોકોએ વર્ક ફોર્મ ચાલુ કરી દીધા છે અને ગાડીઓ શેરિંગ કરીને એક ગાડીમાં એકથી વધુ લોકો જતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો અહીંયા મોરબીની આસપાસમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઉદ્યોગ આવેલા છે જેમાં માલનું પરિવહન કરવા માટે તેને મોટા પ્રમાણમાં ટ્રક, ટ્રેલર અને ડમ્પર સહિતના ભારે વાહનોની અવરજવર થતી હોય છે જોકે ડીઝલના મોરબી જિલ્લામાં ધાંધિયા શરૂ થઈ ગયા છે.

    મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં આવેલા નયરાના પેટ્રોલ પંપમાંથી મોટાભાગના પેટ્રોલ પંપની અંદર ડીઝલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

    જેથી નાયરાના પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલની ખરીદી કરતા ગ્રાહકો હવે બીપીસીએલ, એચપી, આઈઓસી વગેરે સરકારી પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખરીદી કરવા માટે જાય છે જોકે સરકારી પેટ્રોલ પંપ ઉપર ગત વર્ષની સરખામણીએ હાલમાં ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપ ધારકોને આપવામાં આવે છે જેથી નવા ગ્રાહકોને હાલમાં સરકારી પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલનો જથ્થો આપી શકાતો નથી. આટલું જ નહીં બેરલમાં પણ ડીઝલનો જથ્થો આપી શકાતો નથી. જેથી કરીને કેટલાક ગ્રાહકોને પેટ્રોલ પંપે ડીઝલનો જથ્થો હોવા છતાં પણ ડીઝલ ન આપી શકાય આવી ઘટનાઓ મોરબી જિલ્લાની અંદર બનવા લાગી છે.

    ઉલેખનીય છે કે, જો પરિસ્થિતિ થાળે ન પડે તો ભારે વાહનના ધારકોને ડીઝલ માટે થઈને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા દેખાઈ છે વધુમાં વિનોદભાઇએ એવું પણ જણાવ્યુ હતું કે, જો સરકાર દ્વારા કડક સૂચના આપીને મોરબી જિલ્લાની અંદર નયરાના તમામે તમામ પેટ્રોલ પંપની ઉપર ડીઝલનું વેચાણ ચાલુ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તો જ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવી શકાય તેમ છે અને જો ડીઝલ ન મળે તો મોરબીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી લઈને સિરામિક ઉદ્યોગ સહિત તમામ ઉદ્યોગોને આગામી સમયમાં મોટા પ્રમાણમાં અસર થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: પાકીટ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbiની રફાળેશ્વર ચોકડી નજીકથી રીક્ષા ચોરી કરનાર ઇસમ ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    June 30, 2026
    મોરબી

    Morbiના થોરાળા ગામે ગોડાઉનમાંથી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026
    મોરબી

    Morbiના સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત

    June 30, 2026
    મોરબી

    Morbiના લાલપર નજીક ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026

    મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા

    July 1, 2026

    FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો

    July 1, 2026

    Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.