Bhavnagar, તા.27
ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મૂળ રહેવાસી અને લોક સહિત્ય થકી ખ્યાતનામ બનેલા કલાકાર માયાભાઈ આહીર ના પુત્ર એ પોલીસ ને આપેલ અરજી સ્વરૂપે ની ફરિયાદ ને લઈ મહુવાના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી એ એક અઠવાડિયા મા ભારતીય દંડ સંહિતા ,નાગરિક સુરક્ષા સંહિતા સહિતના કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી અહેવાલ આપવા દાઠા પો.સ્ટે ના અધિકારી ને આદેશ કરેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ જેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી છે તેમણે વધુ એક પોસ્ટ વાયરલ કરીછે જેમાં બગદાણા ખાતે એક બેઠક બોલાવવામાં આવશે નો સંદેશ વાયરલ કર્યો છે.
બગદાણા ના નવનીતભાઈ બાલધીયા પર હુમલા પ્રકરણ ના પડઘા કહી શકાય કે હજુ શાંત પડ્યા નથી. ભરતભાઈ માયાભાઈ ભમ્મર રે.બોરડા વાળા એ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી થી લઈ દાઠા પોલીસ સુધીના ને એક અરજી તા.24/2/26 ના રોજ આપી છે.જેમાં સામતભાઈ ચૌહાણ તથા અંગ્રેજીમા કોળીપટેલ પીન્ટુ બળદેવભાઈ તરીકે ઓળખાતા પીન્ટુભાઈ વિરુદ્ધ આરોપ લગાવામાં આવ્યો છેકે ખોટા,બનાવટી અને બદનામીકારક આક્ષેપ સાથે વિડિઓ બનાવી સોસીયલ મીડિયા મા વાયરલ કરવામાં આવ્યા છે.
અપમાન જનક અને અયોગ્ય ભાષા નો ઉપયોગ કરવામાં આવ્યો છે.સમાજમાં તણાવ અને અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023,માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000 હેઠળ યોગ્ય અને કડક કાયદેસર કાર્યવાહી ની માગ કરી છે.આ સમગ્ર મામલે દાઠા પોલીસ ને મહુવા ના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી દ્વારા દિવસ આઠમા તપાસ કરી અહેવાલ આપવા જણાવાયું છે.

