Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા
    • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું
    • Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ
    • ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા
    • Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત
    • સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું
    • E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
    • 01 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
    રાષ્ટ્રીય

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં અઢી વર્ષમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હિલર, ૩ કરોડથી વધુ કાર ઈ-૨૦ પેટ્રોલ પર ચાલ્યા પણ એન્જિનમાં કોઈ ખામી નહીં

    New Delhi, તા.૩૧

    નીટ પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના દેખાવો અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડયા બાદ હવે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે નવો પડકાર ઊભો થયો છે. આમ આદમી પાર્ટી, ટેક્સી યુનિયનો સહિત અન્ય સંગઠનો ચાર ઓગસ્ટે દેખાવોની તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર ડિફેન્સ મોડમાં આવી ગઈ છે. સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત છે. તેનાથી એન્જિનને નુકસાન થતુ હોવાના કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નથી.કેન્દ્ર સરકારે લોકસભામાં ગુરુવારે જણાવ્યું હતું કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમનો અમલ વ્યાપક પરીક્ષણો પછી કરાયો છે. આ પરીક્ષણોમાં ઈ-૨૦ પેટ્રોલથી એન્જિનમાં કોઈ ખામી થવા, કાટ લાગવા અથવા વાહનની લાઈફ ઘટવા જેવી કોઈ મુશ્કેલીઓ જોવા મળી નથી. ઈથેનોલ કાર્યક્રમ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક ક્રૂડ ઓઈલ પ્રાઈસમાં ભારે ઉતાર-ચઢાવથી ગ્રાહકોને રાહત આપવા અમલમાં મૂકાયો છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઈ-૧૫ પ્લસ પેટ્રોલ અને અઢી વર્ષથી ઈ-૧૯ તથા ઈ-૨૦ મિશ્રિત પેટ્રોલનો દેશભરમાં વ્યાપક સ્તરે વપરાશ થઈ રહ્યો છે. આ સમયમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હિલર અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કારો ઈ-૨૦ પેટ્રોલ પર ચાલી છે. પરંતુ ઈથેનોલના મિશ્રણના કારણે એન્જિન ફેલ થવા અથવા મોટાપાયે વાહન ખરાબ થવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.સરકારે કહ્યું, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અગ્રણી વાહન ઉત્પાદકોએ ૨.૮૪ કરોડ વાહનોની સર્વિસિંગ કરી, તેમાં ૧.૫ કરોડ જૂના વાહનનો સમાવેશ થાય છે. આ વાહનોની તપાસમાં ઈ-૨૦ પેટ્રોલ સંબંધિત એન્જિનને નુકસાન, કાટ લાગવો કે પાટ્‌ર્સને નુકસાન જેવી કોઈ સમસ્યા સામે આવી નથી.ગડકરીએ જણાવ્યું કે, ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલનો વપરાશ શરૂ કરતા પહેલા ઈંધણ સિસ્ટમ, એન્જિનની મજબૂતી, ડ્રાઈવિંગ પ્રદર્શન, વિવિધ પાટ્‌ર્સની કમ્પેટિબિલિટી, ઉત્સર્જન અને ગ્રાહકોની સ્વીકૃતિ જેવા બધા જ પાસાઓનું ટેસ્ટિંગ કરાયું હતું. ત્યાર પછી જ ઈ-૨૦ પેટ્રોલનો ઉપયોગ તબક્કાવાર અને વૈજ્ઞાાનિક રીતે શરૂ કરાયો છે.નીતિન ગડકરીએ કહ્યું કે, સરકારી એજન્સીઓ અને વાહન ઉત્પાદકોના અધ્યયનો મુજબ ઈ-૧૦ માટે ડિઝાઈન કરાયેલા કેટલાક જૂના વાહનોમાં માઈલેજ અંદાજે બેથી ૬ ટકા ઘટી શકે છે. વધુમાં ઈન્ડિયન ઓઈલ સહિતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં સમગ્ર દેશમાં ઈ-૨૦ પેટ્રોલ જ પૂરું પાડી રહી છે.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી ગોપી સુરેશે જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ વૈજ્ઞાાનિક તપાસ અને નીતિ આયોગની મંજૂરી પછી લાગુ કરાયો છે. સુરેશ ગોપીએ કહ્યું કે, ઈથેનોલ કાર્યક્રમની સંપૂર્ણ પ્રક્રિયામાં ઓટોમોબાઈલ કંપનીઓ, ઓટો પાટ્‌ર્સ નિર્માતા, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા, વાહન પરીક્ષણ એજન્સીઓ, આઈઓસી જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, ઈથેનોલ ઉત્પાદકો, ખાંડ અને અનાજ ઉદ્યોગ સહિત બધા જ સંબંધિત પક્ષોને સામેલ કરાયા હતા.

    E-20 petrol is completely safe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article01 ઓગસ્ટનું પંચાંગ
    Next Article સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026
    રાષ્ટ્રીય

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026
    રાષ્ટ્રીય

    ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા

    July 31, 2026
    રાષ્ટ્રીય

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : Zuckerberg

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,290
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,480
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 00:53
    Categories
    Latest News

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026

    ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા

    July 31, 2026

    Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026
    Search
    Main News

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    July 31, 2026

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : Zuckerberg

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.