Washington,તા.16
કોંગોમાં ઇબોલા વાયરસથી ઓછામાં ઓછાં 65 મૃત્યુ નોંધાયાં છે અને સેંકડો લોકો તેથી સંક્રમિત છે. આ પૂર્વે 2018 થી 2020 સુધીમાં આ વાયરસના પ્રકોપથી કોંગોમાં 32 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
માત્ર શ્વાસથી પણ ફેલાતા, આ ભયંકર રોગે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં 65 નાં તો મૃત્યુ નોંધાયા જ છે. પરંતુ 100થી વધુ સંદિગ્ધોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હજી સુધીમાં ઈબોલા સંક્રમિત તેના 246 કેસો જાણવા મળ્યાં છે. ટેસ્ટ કરાયેલા 20 લોકો પૈકી, 13 લોકો તો ઈબોલા સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
આ વાયરસથી કોંગોમાં તો 2018 થી 2020 દરમિયાન 3 હજારથી વધુનાં મોત થયાં હતાં. જ્યારે દુનિયામાં પણ ઇબોલાથી 2 હજારથી વધુનાં મોત નોંધાયાં છે.
ઉલ્લેખનીય છે કે ઇબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી 90 ટકા મૃત્યુ પામે છે. આ રોગમાં ડાયેરિયા અને લોહી પડવા લાગે છે.
રિપોર્ટ પ્રમાણે આ વાયરસ માત્ર 3 દિવસમાં જીવ લઈ શકે છે. આ રોગના રોગીને સ્પર્શવાથી કે તેની આજુબાજુમાં રહેવાથી પણ આ ચેપ લાગે છે. તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે સૌથી વધુ ખતરનાક છે. તે છીંકથી તથા ખાંસીથી પણ ફેલાય છે. આ વાયરસ પશુઓમાં પણ ફેલાય છે. તેનાથી સંક્રમિત જીવને ખાવાથી પણ ફેલાય છે. તેનાં જંતુ કોઈ પણ ઘા વાગે તો તે દ્વારા પણ શરીરમાં ઘૂસી જાય છે. તે ઓર્થો બોલા વાયરસ જૂથના વાયરસ છે, તેથી થાક લાગે છે. તાવ ચઢે છે, માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો ત્રણ જ દિવસમાં દર્દીનું મૃત્યુ થાય છે.

