Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»EPFO એ મૃત્યુના લાભ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા
    રાષ્ટ્રીય

    EPFO એ મૃત્યુના લાભ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    EPFO એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 237મી બેઠકમાં એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિંક્ડ સ્કીમ (EDLI)માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) હેઠળ, EDLI એક આવશ્યક સોશિયલ સિક્યોરિટી પ્રોગ્રામ છે જે EPF સભ્યોના પરિવારોને ચાલુ નોકરીએ EPF સભ્યના અકાળ મૃત્યુના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

    નવા ફેરફારોનો ઉદ્દેશ EPFના સભ્યોના પરિવારને ઝડપી નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. જાહેર કરાયેલા ફેરફારોથી વાર્ષિક હજારો પરિવારોને વીમા ચૂકવણીમાં વધારો કરવાં અને કવરેજ વધારવામાં ફાયદો થશે. આ બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ હતી.

    1. સેવાના એક વર્ષની અંદર EPF સભ્યના મૃત્યુ પર લઘુત્તમ EDLI લાભની રજૂઆત

    EPFO દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ ફેરફાર આ છે કે, તાજેતરમાં EPF યોજનામાં જોડાયા હોય અને સેવાના એક વર્ષની અંદર મૃત્યુ પામ્યા હોય તેવા EPF સભ્યો માટે લઘુત્તમ EDLI લાભની રજૂઆત. જાહેરાત મુજબ, જો નવા જોડાયેલા EPF સભ્યનું નોકરીના એક વર્ષની અંદર મૃત્યુ થાય તો EPF સભ્યના પરિવારના સભ્યોને જીવન વીમા પેટે ઓછામાં ઓછા રૂ. 50,000 મળશે.

    EPFO એ જણાવ્યું હતું કે, ‘જો EPF સભ્ય ઈપીએફમાં ભાગ લીધાના એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામે છે, તો તેના પરિવારને રૂ. 50,000 સુધીની રકમ મળશે. આ સુધારો દર વર્ષે નોકરી દરમિયાન મૃત્યુના લીધે થતાં 5,000થી વધુ કેસોના ક્લેમમાં વધુ લાભ મળવાની અપેક્ષા છે.’

    2. નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડમાં ચાલુ નોકરીએ જ મૃત્યુ પામેલા સભ્યો માટે EDLIમાં મૃત્યુ લાભ

    EDLI હેઠળ નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડ પછી નોકરી દરમિયાન મૃત્યુ પામેલા EPF સભ્યોના પરિવારના સભ્યોને મૃત્યુ લાભ આપવા સંબંધિત છે. જૂના નિયમ મુજબ, જો કોઈ EPF સભ્ય નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડમાં મૃત્યુ પામ્યો હોય તો EDLI લાભમાં મૃત્યુનો દાવો નકારવામાં આવતો હતો. નવા નિયમ મુજબ, જો EPF સભ્ય તેમના EPF ખાતામાં છેલ્લા યોગદાનના છ મહિનાની અંદર મૃત્યુ પામે છે, તો પરિવારના સભ્યોને EDLI મૃત્યુનો લાભ મળશે. EPFO મુજબ, આ ફેરફારથી દર વર્ષે આવા મૃત્યુના 14,000થી વધુ કેસોમાં લાભ મળવાનો અંદાજ છે.

    3. સળંગ નોકરીના નિયમમાં ફેરફાર

    EPFO દ્વારા ફેરફાર કરવામાં આવેલા EDLI મૃત્યુ લાભમાં EPFના સભ્યે એક વર્ષની સળંગ નોકરી કરી ન હોય તો પણ તેના અકાળે થતાં અવસાન પર પરિવારજનોને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જૂના નિયમ મુજબ, EPF સભ્યો નોકરી બદલી રહ્યા હોય અને તે સમયમાં કે નવી નોકરીમાં ટૂંકા ગાળા માટે કામ કર્યું હોય અને અચાનક અકાળે અવસાન થાય તો તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો EDLI ના લાભનો દાવો નકારવામાં આવતો હતો. આને કારણે, પરિવારના સભ્યોને ઓછામાં ઓછો 2.5 લાખ રૂપિયાનો EDLI લાભ અને મહત્તમ 7 લાખ રૂપિયાનો મૃત્યુ લાભ મળી રહ્યો ન હતો.

    નવા નિયમ હેઠળ, રોજગારના બે સમયગાળા વચ્ચે બે મહિના સુધીના અંતરને હવે સળંગ સેવા તરીકે ગણવામાં આવશે, જે ઉચ્ચ ક્વોન્ટમ EDLI લાભો માટે પાત્રતા સુનિશ્ચિત કરશે. આ ફેરફારથી દર વર્ષે સેવા દરમિયાન મૃત્યુના 1,000થી વધુ કેસોને ફાયદો થવાની અપેક્ષા છે.

    શું છે કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI)?

    EPFO હેઠળ EDLI યોજના હેઠળ EPFના સભ્યને જીવન વીમો મળે છે. આ યોજના ભારત સરકાર દ્વારા 1976માં શરૂ કરવામાં આવી હતી. સેવા દરમિયાન EPF સભ્યોના અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને મહત્તમ 7 લાખ રૂપિયાનો મૃત્યુ લાભ મળે છે.

    EPFO New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026
    રાષ્ટ્રીય

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026
    રાષ્ટ્રીય

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026
    રાષ્ટ્રીય

    Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના

    July 18, 2026
    રાષ્ટ્રીય

    રામ મંદિર દાન ચોરી કેસમાં Tinu Yadav અને તેના ભત્રીજા મનીષને ૩૯ કલાકની પોલીસ કસ્ટડીમાં મોકલાયા

    July 18, 2026
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ને જંતર-મંતર પરથી પોલીસે દૂર કરવા બદલ રાહુલે કેન્દ્ર સરકારની ટીકા કરી

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.