Fatehpurતા.૧૦
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાની ૧૮૦ વર્ષ જૂની નૂરી જામા મસ્જિદને બુલડોઝ કરી દેવામાં આવી છે. નૂરી જામા મસ્જિદના ગેરકાયદે ભાગને બુલડોઝર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી રહ્યો છે.પીડબ્લ્યુડી વિભાગે એક મહિના પહેલા મસ્જિદ તોડવા માટે નોટિસ આપી હતી. તે લાલૌલી નગરના બાંદા સાગર રોડ પર બનાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મસ્જિદ તરફથી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ૧૩ ડિસેમ્બરે સુનાવણી થવાની હતી. મસ્જિદને કોર્ટ તરફથી કોઈ સ્ટે ઓર્ડર મળ્યો ન હતો. વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત હોવાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. હાલ આ વિસ્તારમાં શાંતિ છે.
એડીએમ ફતેહપુર અવિનાશ ત્રિપાઠીએ કહ્યું કે મસ્જિદના લોકોને પહેલા જ નોટિસ આપવામાં આવી છે. જૂની મસ્જિદ તોડી પાડવામાં આવી રહી નથી. તેની સામે થયેલા અતિક્રમણ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સુરક્ષાની કડક વ્યવસ્થા છે. પાંચ સીઓ, ૧૦ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, ૨૦૦ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પીએસી અને આરએએફની એક કંપની સ્થળ પર હાજર છે.
તમને જણાવી દઈએ કે નેશનલ હાઈવે-૩૩૫ને પહોળો કરવામાં આવી રહ્યો છે. મસ્જિદનો ગેરકાયદેસર હિસ્સો દ્ગૐ ને પહોળો કરવા હેઠળ આવતો હતો.પીડબ્લ્યુડીએ મસ્જિદને ગેરકાયદેસર ભાગ હટાવવા માટે નોટિસ પણ આપી હતી. મસ્જિદ હાઈકોર્ટમાં ૬ ડિસેમ્બરે સુનાવણી નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ સુનાવણી મુલતવી રાખતા કોર્ટે ૧૩મી ડિસેમ્બરની તારીખ આપી હતી. સ્ટે ઓર્ડર ન હોવાથી પીડબ્લ્યુડીએ આજે તેનો ગેરકાયદે ભાગ તોડી પાડ્યો હતો.

