(નયના દવે દ્વારા)
Jamnagar તા.25
જામનગર શહેરના મહાકાળી સર્કલ વિસ્તારમાં ખુલ્લા પટમાં કબાડ હાલતમાં પડેલી એક લકઝરી બસમાં શુક્રવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બસમાંથી ધુમાડાના ગોટા ઊઠતાં ત્યાંથી પસાર થતા એક રાહદારીએ તરત જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના કારણે બસનો કબાડનો ભાગ બળી ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, અને કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તબક્કે જાણી શકાયું નથી. સમગ્ર બનાવ અંગે ફાયર વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

