અરજીની તપાસમા કેસ નહી કરવાના મુકેશકુમાર વતી કન્સલ્ટન્ટ આકાશ પોતાની ઓફિસમાં રૂા.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હોવાનુ તો
Rajkot તા.૩
શહેરના વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ કેસ નહીં કરવા રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જેલ હવાલે રહેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમારની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ કેસની હકિકત મુજબ, વેપારી ધનેશકુમાર પારેખ વિરૂધ્ધ જી.એસ.ટી. નંબર ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે તપાસ કરવા અરજી થયેલ હતી. આ અરજીની તપાસ બાદ કોઈ કેસ નહી કરવાના અવેજ પેટે સી.જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂા.૨૫ લાખની લાંચની માંગણી કરી રૂા.૨૦ લાખમાં સેટલમેન્ટ કરી આ રકમ ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવ્યુ હતું.
આથી એસીબીએ છટકું ગોઠવી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર વતી કન્સલ્ટન્ટ આકાશ પોતાની ઓફિસમાં રૂા.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાઈ જતા એ.સી.બી.એ બંને આરોપીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ કયુર્ હતું. બાદમાં સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમારે સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થયા બાદ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા રૂ.૨૦ લાખની લાંચ લેવાના ગુનામાં આરોપી સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમારની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડિયા રોકાયા હતા.

