Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Gujarat સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈમાં ફેરફાર કર્યો છે
    મુખ્ય સમાચાર

    Gujarat સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈમાં ફેરફાર કર્યો છે

    Vikram RavalBy Vikram RavalApril 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓએ ૧૦ એપ્રિલ ૨૦૨૫થી લાગૂ થશે.

    Gandhinagarતા.૯

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.

    રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

    * વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.

    * રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

    * રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

    * વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

    * ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે

    * તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

    * એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.

    * ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.

    * ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં  કરવામાં આવી છે.

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે.  આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.  વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

    Gandhinagar Stamp Duty Act
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Amit Shah, Delhi CM Rekha Guptaએ ૭૦ લાખ વૃક્ષો વાવવા માટે ઇકો-રિસ્ટોરેશન ડ્રાઇવ શરૂ કરી,૩૦૦ ઇ-બસને લીલી ઝંડી આપી

    July 7, 2026
    મુખ્ય સમાચાર

    Donald Trump નાટો સમિટમાં હાજરી આપવા માટે તુર્કી જવા રવાના થયા, ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે

    July 7, 2026
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.