Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Haryana election માં થશે દંગલ: વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની લડશે ચૂંટણી
    અન્ય રાજ્યો

    Haryana election માં થશે દંગલ: વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની લડશે ચૂંટણી

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા.04

    હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીની તારીખોના એલાન બાદ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે હવે  હરિયાણાના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી લડશે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બંને ખેલાડીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો  છે. હાલમાં જ બંને પહેલવાનો અને રાહુલ ગાંધીની મુલાકાતની તસવીર સામે આવી હતી. ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી કરી શકે છે.

    છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળોએ જોર પકડ્યું છે કે, વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. હવે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી ચૂંટણી લડશે અને વિનેશ ફોગાટ જુલાનાથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

    કઈ બેઠક પરથી મળી શકે છે ટિકિટ?

    રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો પ્રમાણે વિનેશ ફોગટને દાદરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે છે. બીજી તરફ બજરંગ પુનિયા બદલી બેઠક પરથી ટિકિટ માગી રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેમને આ બેઠકને બદલે કેટલીક જાટ પ્રભુત્વવાળી બેઠક પરથી ટિકિટ આપવાનું વિચારી રહી છે. મંગળવારે જ હરિયાણાના કોંગ્રેસી નેતા બાબરિયાએ વિનેશ વિશે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેમની સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે.

    શું અટકળો સાચી સાબિત થશે?

    રાહુલ ગાંધી સાથે પહેલા જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે જો વિનેશ ફોગટ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે તો તે કોંગ્રેસમાં સામેલ શકે છે. તાજેતરમાં જ વિનેશે જીંદ, રોહતક અને શંભુ બોર્ડર ખાતે ખાપ પંચાયતો અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેને ખાપ પંચાયત દ્વારા ગોલ્ડ મેડલથી સમ્માનિત કરવામાં આવી હતી. વિનેશે કહ્યું કે, જ્યારે હું મુશ્કેલીમાં હતી ત્યારે ખેડૂતોએ મારો સાથ આપ્યો હતો.

    કોંગ્રેસે પણ વિનેશને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પગલાં લીધાં છે. જ્યારે વિનેશે સંન્યાસની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા તેની સાથે નજર આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ વિનેશને રાજ્યસભામાં મોકલવાની માગ કરી હતી, જોકે તેની ઉંમરને કારણે આ શક્ય નહોતું. વિનેશના કાકા મહાવીર ફોગટ અને પિતરાઈ બહેન બબીતા ​​ફોગાટે કોંગ્રેસની આ પહેલની ટીકા કરી હતી.

    વિનેશની રાજનીતિમાં એન્ટ્રીથી શું થશે?

    વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવી શકે છે. જો કે વિનેશે હજુ સુધી રાજકારણમાં પ્રવેશ અંગે ઔપચારિક જાહેરાત નથી કરી પરંતુ રાજકીય પાર્ટીઓ તેને પોતાની તરફ ખેંચવાનો ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

    હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?

    હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

    Bajrang-Punia Congress Haryana-Assembly-Election Rahul-Gandhi vinesh-phogat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.