કંપનીના મેનેજર દ્વારા અન્ય ગાડી પહેલા ખાલી કરતા ઝઘડો થયાનું પ્રાથમિક તારણ: શ્રમિકોના ટોળા કર્યો આડેધડ માર માર્યો
સ્ક્રોપિયો લઈને આવેલ બે ભાઈ ને ધોકાવ્યા: કાર માં તોડફોડ કરી ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
Rajkot,
પડધરી ના તરઘડી ગામે રહેતા અને આઇસર ચલાવતા 30 વર્ષીય યુવાન ગઈકાલ સાંજે મીતાણા નજીક નેકનામ રોડ પર આવેલ કંપનીમાં ચેનલ ની પટ્ટીઓ ખાલી કરવા બાબતે સુપરવાઇઝર સાથે માથાકૂટ થતા યુવાને પોતાના ભાઈને ફોન કરી અને બોલાવતા બાદ ઝગડો ઉગ્ર બન્યો હતો સામે કંપની શ્રમિક ટોળું ભેગા થઈ જતા યુવાનને લોખંડના પાઇપ વડે માર મારી અને સ્કોર્પીયો કાર માં તોડફોડ કરી હતી ઈજાગસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી આ અંગે મળતી માહિતી મુજબ પડધરીના તરઘડીયા ગામે રહેતા મુકેશભાઈ આલાભાઇ ચાવડીયા ઉંમર વર્ષ 30 વર્ષીય યુવાન ગઈકાલે સવારે પોતાનો આઇસર ટ્રક ભરીને મીતાણાના નેકનામ તરફના હાઇવે પર કંપનીમાં ચેનલ પટ્ટીઓ ખાલી કરવા ગયો હતો ત્યારે કંપનીના મેનેજર શર્મા દ્વારા સાંજ સુધીમાં અન્ય ગાડીઓ પહેલા ખાલી કરતા કંપનીના મેનેજર ને રજુઆત કરતા ઝપાઝપી થઇ હતી જેમાં કંપનીના શ્રમિકો એકઠા થયા હતા જેથી જેથી મુકેશ ચાવડિયા દ્વારા ભાઈને ફોન કરી બોલાવતા રામભાઈ ચાવડીયા અને રાઘવભાઇ ચાવડીયા સ્કોર્પીયો લઈ પહોચતા કંપની લેબરો મોટી સંખ્યામાં એકઠા થઈ અને મુકેશ ચાવડિયા સહિતના પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને સ્કોર્પીયો કારમાં તોડફોડ કરી હતી હુમલા ઇજાગ્રસ્ત મુકેશ ચાવડિયાને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત થયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે ગાડી ખાલી કરવા બાબતે ઝગડો થયાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે આ અંગે ટંકારા પોલીસે સ્કોર્પીયો કબ્જે કર્યો અને વધુ તપાસ પીએસઆઇ જે કે રાણા ચાલવી રહ્યા છે

