Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મફતિયું આપવાના રાજકારણના ચક્કરમાં Himachal પાયમાલ
    અન્ય રાજ્યો

    મફતિયું આપવાના રાજકારણના ચક્કરમાં Himachal પાયમાલ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himachal,તા.31

    પર્વતોથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાજ્યની તિજોરી ખાલી થઈ રહી છે અને દેવાનો ડુંગર વધી રહ્યો છે. રાજ્યની આર્થિક સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે મુખ્યમંત્રી, મંત્રીઓ, મુખ્ય સંસદીય સચિવો અને કૉર્પોરેશનના ચેરમેન બોર્ડ આગામી બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ગુરુવારે કહ્યું કે, ‘રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી હું અને મંત્રીઓ આગામી બે મહિના માટે પગાર અને ભથ્થાં છોડી રહ્યા છે.’

    રાજ્ય પર દેવાનો ભાર ખૂબ વધી ગયો

    અઢી વર્ષ પહેલા હિમાચલની સત્તા પર આવેલી કોંગ્રેસ સરકાર સતત દેવાના બોજમાં ડૂબી રહી છે. રાજ્યની આ કંગાળ આર્થિક પરિસ્થિતિ માટે સરકારની મફતની રેવડીનું વિતરણ કરવાની નીતિને જવાબદાર ગણવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે અનેક મફત યોજનાઓનું વચન આપ્યું હતું. સરકાર બન્યા પછી વચનો પૂરા કરવામાં આવ્યા, જેનાથી રાજ્ય પર દેવાનો ભાર ખૂબ વધી ગયો.

    રિઝર્વ બૅંકના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ સત્તામાં આવી તે પહેલાં રાજ્ય પર માર્ચ 2022 સુધી 69 હજાર કરોડ રૂપિયાથી ઓછું દેવું હતું. પરંતુ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ માર્ચ 2024 સુધીમાં રાજ્ય પરનું દેવું 86,600 કરોડથી વધુ થઈ ગયું છે. માર્ચ 2025 સુધીમાં હિમાચલ સરકારનું દેવું વધીને લગભગ 95 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

    હિમાચલમાં દરેક વ્યક્તિ પર 1.17 લાખ રૂપિયાનું દેવું

    સરકારમાં આવ્યા બાદ કોંગ્રેસ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળવા પાછળ જંગી ખર્ચ કરવાનું શરુ કર્યું હતું. હિમાચલ સરકાર તેના બજેટનો 40 ટકા ભાગ પગાર અને પેન્શન ચૂકવવામાં ખર્ચે છે. લગભગ 20 ટકા લોન અને વ્યાજની ચૂકવણીમાં ખર્ચવામાં આવે છે. સુખુ સરકાર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપે છે, જેના લીધે વાર્ષિક 800 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં સરકારે જૂની પેન્શન યોજના પણ લાગુ કરી છે, જેના કારણે રાજ્યની તિજોરી પર વધારાનો 1,000 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. જ્યારે મફત વીજળી પાછળ વાર્ષિક 18 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ ત્રણેય યોજનાઓ પર સરકાર અંદાજે 20 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

    હિમાચલની સુખુ સરકારને વધારે આંચકો ત્યારે લાગ્યો જ્યારે કેન્દ્ર સરકારે રાજ્યની લોન લેવાની મર્યાદામાં ઘટાડો કર્યો. અગાઉ હિમાચલ સરકાર તેની જીડીપીના 5 ટકા સુધીની લોન લઈ શકતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે તે મર્યાદા 3.5 ટકા સુધીની કરી દીધી છે. એટલે કે, હવે સરકાર માત્ર 9 હજાર કરોડ રૂપિયા જ ઉધાર લઈ શકશે, અગાઉ સરકાર 14,500 કરોડ રૂપિયા સુધી ઉધાર લઈ શકતી હતી. આરબીઆઇના રિપોર્ટ અનુસાર હિમાચલ રાજ્યનું દેવું પાંચ વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયા વધી ગયું છે. હાલમાં રાજ્ય પર 86 હજાર કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. હિમાચલમાં દરેક વ્યક્તિ પર 1.17 લાખ રૂપિયાનું દેવું છે.

    પગાર અને ભથ્થાં નહીં લે તો પણ કંઈ બહુ મોટો ફરક નહીં પડે

    હિમાચલમાં જો મુખ્યમંત્રી, મંત્રી અને સંસદીય સચિવ બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે તો કંઈ બહુ મોટો ફરક નહીં પડે. જો મુખ્યમંત્રી, મંત્રીઓ અને સંસદીય સચિવો બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં લે તો કુલ 85 લાખ રૂપિયાની બચત થશે. જ્યારે હિમાચલ સરકાર પર માર્ચ 2025 સુધીમાં લગભગ 95 હજાર કરોડ રૂપિયાનું દેવું હશે. જેથી સુખુ સરકારના આ નિર્ણયથી રાજ્યની આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર થવાની સંભાવના નથી.

    રાજ્ય સરકારોનો સબસિડી પર ખર્ચ સતત વધી રહ્યો છે

    આરબીઆઇના રિપોર્ટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારનો સબસિડી પર ખર્ચ સતત વધી રહ્યો છે. રાજ્ય સરકારોએ વર્ષ 2021-22 દરમિયાન કુલ ખર્ચના 12.9 ટકા સબસિડી પર ખર્ચ્યા છે. રાજ્ય સરકાર સબસિડીને બદલે હવે મફત રેવડીઓ આપી રહી છે. જેથી સરકાર એવી જગ્યાએ ખર્ચ કરી રહી છે જ્યાંથી તેને કોઈ આવક થતી નથી. વર્ષ 2018-19 દરમિયાન તમામ રાજ્ય સરકારોએ સબસિડી પર 1.87 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જયારે વર્ષ 2022-23માં આ ખર્ચ વધીને 3 લાખ કરોડને પાર કરી ગયો હતો. આ જ રીતે માર્ચ 2019 સુધી તમામ રાજ્ય સરકારો પર 47.86 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. જે માર્ચ 2024 સુધીમાં વધીને 75 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. અને માર્ચ 2025 સુધીમાં આ દેવું વધીને 83 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે.

    આ રાજ્યો દેવાળિયું ફૂંકી શકે

    મફતની રેવડીને લઈને રાજ્ય સરકાર આગામી સમયમાં વધારે કપરી સમસ્યાઓનો સામનો કેરવો પડી શકે છે. આરબીઆઇએ ગયા વર્ષે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યો આર્થિક સંકટ હેઠળ છે. કેટલાક એવા રાજ્યો પણ છે કે જેમનું દેવું વર્ષ 2026-27 સુધીમાં રાજ્યની જીડીપીના 30 ટકાથી વધુ થઈ શકે છે. તેમાં પંજાબની હાલત સૌથી ખરાબ હશે. ત્યારે પંજાબ સરકારનું દેવું રાજ્યની જીડીપીના 45 ટકા સુધી પહોંચી ગયું હશે. રાજસ્થાન, કેરળ અને પશ્ચિમ બંગાળનું દેવું રાજ્યની જીડીપીના 35 ટકા સુધી રહેવાની શક્યતા છે.

    મફતમાં આપવાનું રાજકારણ સરકારને ‘નાદાર’ બનાવશે

    આરબીઆઇના જણાવ્યા અનુસાર, એવી યોજનાઓ કે જેનાથી ધિરાણ લેવામાં મુશ્કેલી પડે, સબસિડીના કારણે કિંમતોમાં વધારે ફેરફાર થાય, અને જેને લીધે ખાનગી રોકાણમાં ઘટાડો અને લેબર ફોર્સની ભાગીદારી ઘટાડતી યોજનાઓ મફતની રેવડી છે. શું મફત રેવડી આપવી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ એક જ છે કે અલગ? સામાન્ય રીતે ચૂંટણી પહેલા મફતની રેવડી આપવાની જાહેરાત કરવામાં આવે છે, જ્યારે કલ્યાણકારી યોજનાઓ કોઈપણ સમયે લાગુ કરી શકાય છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે અનેક વચનો આપે છે, પરંતુ તેનો બોજ સરકારી તિજોરી પર પડે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કરદાતાઓના નાણાંનો ઉપયોગ કરીને મફતમાં રેવડીઓ વહેંચવાથી તે સરકારને ‘નાદારી’ તરફ ધકેલી શકે છે.

    ભવિષ્યની પેઢી પર મસમોટા દેવાનો બોજ 

    આરબીઆઇના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવ અનુસાર, ‘ખાનગી કંપની હોય કે સરકાર, આદર્શ તો એ જ છે કે ભવિષ્યમાં આવક ઊભી કરીને કોઈપણ દેવાની ચૂકવણી કરવી જોઈએ. જો દેવાની રકમ વર્તમાન વપરાશ પર ખર્ચવામાં આવી રહી હોય અને ભવિષ્યમાં વિકાસ પર તેની કોઈ અસર થતી નથી, તો આપણે ભવિષ્યની પેઢી પર દેવાની ચૂકવણીનો બોજ નાખી રહ્યા છીએ. આનાથી મોટું કોઈ પાપ ન હોઈ શકે.

    આરબીઆઇએ જૂન 2022માં એક અહેવાલમાં શ્રીલંકાના આર્થિક સંકટનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે ઘણાં રાજ્યોમાં દેવું એટલું વધી ગયું છે કે ભવિષ્યમાં સ્થિતિ ખૂબ કથળી જઈ શકે છે. સરકારોએ બિનજરૂરી જગ્યાઓ પર નાણાં ખર્ચવાનું ટાળવું જોઈએ અને તેમના પર રહેલું દેવું સ્થિર કરવું જોઈએ. આ સિવાય વીજ કંપનીઓએ ખોટમાંથી વસૂલ કરવાની જરૂર છે. અને સરકારોએ મૂડી રોકાણ વધારવું જોઈએ, જેથી તેઓ ભવિષ્યમાં નાણાં કમાઈ શકે.

    Free-Revadi Freebies Government-of-these-states himachal-pradesh Trapped-in-huge-debt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.