Bhavnagar, તા. 11
ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ અહીં દાઠા પોલીસ મથકે આવી ને બહુ ચર્ચિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.મહિલા સરપંચ નો આરોપ છેકે પોતાના પતિ રાજુ આહીરને કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે અફેર હોય તેના કારણે ફરિયાદી એ સબંધ રાખે છે તે ખોટું છે તેમ વ્હોટશેપ મેસેજ કરેલ.બાદ રાજુ મારો નહિ તો તારો પણ નહીં તેમ કહી રાજુ આહીર ને મારી નાખવાની ધમકી આપી હતી અલગ અલગ માધ્યમથી મેસેજ કરી ને.દાઠા પોલીસે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
બોરડા ગામના પૂર્વ સરપંચ રાજુભાઇ રામભાઈ ભમ્મર ના પત્ની કુંદનબેન ઉ.વ.39 જે હાલ બોરડા ગામના સરપંચ છે.હાલ તેઓ સુરત પર્વત પાટિયા,શાંતિવિહાર સોસાયટી ખાતે રહે છે.સંતાન મા એક દીકરી, એક દીકરો છે. તેઓએ પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા રે.દેવગાણાં વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદી એ વીસેક વર્ષ પહેલાં રાજુભાઇ ભમ્મર સાથે પ્રેમ લગ્ન કરેલ છે.આજથી દોઢેક વર્ષ પહેલાં પતિ સાથે બોરડા ગામે રહેતી હતી.
ત્યારે પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે પતિ રાજુભાઇ ને અફેર હોવાની જાણ ફરિયાદી ને થયેલ.આથી વોટસએપ મેસેજ કરી ને નયના બારૈયા ને કહેલ કે તું મારા પતિ સાથે સંબંધ રાખે છે તે ખોટું છે.બાદ આરોપી વ્હોટશેપ મેસેજ દ્વારા અપશબ્દો કહેવા લાગેલ.બાદ પતિ રાજુભાઇ સુરત રહેવા આવતા રહેલ.તેથી નયના બારૈયા ને ત ન ગમતા સોસીયલ મીડિયા અને મોબાઈલ માધ્યમથી ટેક્ષ મેસેજ કરી ને અત્યાર સુધી અપશબ્દો કહી પતિ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ.રાજુ તારો નહિ તો મારો પણ નહીં,મારા પર ભલે 302 થાય તારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજે,15 દિવસમાં તું રોતી ન હોય તો મને કહેજે.
ફરિયાદી એ દાવો કર્યો છેકે જે મેસેજીસ અને વાત કરેલ છે તેના સ્ક્રીનશોર્ટ લઈ પેન ડ્રાંઇવ મા કોપી કરી ને ફરિયાદ સાથે રજૂ કરેલ છે.બીજી વખત આવું,જરૂર પડે ત્યારે જે મોબાઈલ પર મેસેજ આવેલ છે તે મોબાઈલ રજૂ કરવા પણ તૈયારી દર્શાવી છે. પોલીસે મહિલા કોન્સ.ને નોટીસ આપીને બોલાવશે તેમ કહ્યું છે.

