Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ખેડૂતોની આવક વધારવા માટે મહત્ત્વની યોજના, સમજો Government’s Digital Agriculture Mission?
    રાષ્ટ્રીય

    ખેડૂતોની આવક વધારવા માટે મહત્ત્વની યોજના, સમજો Government’s Digital Agriculture Mission?

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.04

    કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન યોજના શરૂ કરી છે. આ યોજના યુપીઆઈની જેમ જ કામ કરે છે. જે રીતે યુપીઆઈએ ડિજિટલ પેમેન્ટ સરળ અને સુલભ બનાવ્યું છે, તે રીતે ખેડૂતો માટે રજૂ આ નવી યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ આપવો અને ખેતીના કામને અસરકારક અને મોર્ડન બનાવવાનો છે. જો કે, તેમાં યુપીઆઈની જેમ સીધો નાણાકીય લાભ મળશે નહીં.

    શું લાભ મળશે?

    ખેડૂતો માટે લાગુ આ નવી યોજના હેઠળ એગ્રીસ્ટેક, કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી, અને સોઈલ પ્રોફાઈલ મેપ્સ જેવી યોજના સામેલ છે. આ તમામની માહિતી અને સેવાઓ આ મિશન હેઠળ સરળતાથી મેળવી શકાશે. જેમાં સીધો નાણાકીય લાભ નહીં પરંતુ ખેડૂતો તેના માધ્યમથી નાણાકીય બાબતો સાથે જોડાયેલી સેવાઓ અને પાક લોન વગેરે સુધી ખેડૂતોની પહોંચને સરળ બનાવશે. ખેડૂતો માટે લેવડ-દેવડની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.

    શું છે મિશન અને તેની શું અસર?

    DPI મિશનઃ કૃષિ ક્ષેત્રે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવુ સરકારની અન્ય ઈ-ગવર્નન્સ પહેલની જેમ જ છે. ડિજિટલ એગ્રિકલ્ચર મિશન હેઠળ ત્રણ પરિબળો એગ્રીસ્ટેક, કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી (Krishi DSS) અને સોઈલ પ્રોફાઈલ મેપ્સ કામ કરશે. જેમાં પ્રત્યેક પરિબળ ખેડૂતોને વિભિન્ન સેવાઓ સરળતાથી પહોંચાડવામાં મદદ કરશે. આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે છે, જે કૃષિ ઉત્પાદનના સચોટ અંદાજ આપશે.

    મિશન હેઠળ 2817 કરોડની ફાળવણી

    આ મિશન હેઠળ સરકારે રૂ. 2817 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાંથી રૂ. 1940 કરોડ કેન્દ્ર સરકાર ફાળવશે, જ્યારે બાકીની રકમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી કરવામાં આવશે. 2021-22માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ-19ના લીધે તેમાં વિલંબ થયો હતો. ત્યારબાદ 2023-24 અને 2024-25ના કેન્દ્રીય બજેટમાં કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત થઈ હતી. અત્યારસુધી 19 રાજ્યો આ મિશનમાં સામેલ થયા છે.

    એગ્રીસ્ટેકની સુવિધાઓ

    ખેડૂત કેન્દ્રિત આ સુવિધામાં ખેડૂત રજિસ્ટ્રી, ભૂ-સંદર્ભિત ગામ નકશા અને પાક વાવણીની રજિસ્ટ્રીનો ડેટાબેઝ તૈયાર થાય છે. જેને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા જ બનાવવા અને જાળવવામાં આવશે. ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂતોનું આઈડી બનશે, જે તેમની જમીન, પશુધન, પાક, પારિવારિક માહિતી અને સરકારી યોજનાઓ રજૂ કરાશે. પાક વાવણી રજિસ્ટ્રીમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવેલા પાકની માહિતી રેકોર્ડ થશે. 2023-24માં 11 રાજ્યોમાં આ અંગે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. આગામી બે વર્ષમાં દેશભરમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરવામાં આવશે.

    કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી

    આ યોજનામાં જિઓ-સ્પેશિયલ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જે પાક, માટી, હવામાન અને જળ સંસાધનોની માહિતી આપશે. જે પાક વીમાનો દાવો કરવા અને અન્ય નિર્ણયોમાં સહાયતા પ્રદાન કરશે. આ માહિતી પાક વાવણીની પેટર્નની ઓળખ કરશે, દુષ્કાળ પર નજર તથા ખેડૂતો દ્વારા પાક ઈન્સ્યોરન્સ ક્લેમને ટેક્નોલોજી અને મોડલ આધારિત પાકની આકરણી કરવામાં સહાયક બનશે.

    સોઈલ પ્રોફાઈલ મેપ

    આ અંતર્ગત લગભગ 142 મિલિયન હેક્ટર કૃષિ જમીનની માટીનો પ્રોફાઈલ મેપ કરવામાં આવશે, અત્યારસુધી લગભગ 29 મિલિયન હેક્ટરની માહિતી પૂર્ણ થઈ ચૂકી છે. ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે વર્તમાન પાકની ઉપજનો અંદાજ લગાવવાની પ્રણાલીને વધુ સારી બનાવશે. આંકડાઓ સચોટ નિર્ણયો લેવામાં સુધારો કરશે. ડેટા સરકારને પાક વીમો, લઘુત્તમ ટેકાના ભાવ આધારિત ખરીદી, અને પાક લોન જેવી સવાઓને પારદર્શક અને અસરકારક બનાવવામાં મદદ કરશે.

    Digital-Agriculture-Mission Farmers Farming
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.