Islamabad, તા.21
પીટીઆઈનો સંસ્થાપક અને પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનને પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શિફા ઈન્ટરનેશનલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 6 ડોકટરોની ટીમે તેની તપાસ કર્યા બાદ પાછા આદીયાણા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની મીડીયા રિપોર્ટ અનુસાર ડોકટરોએ તેમને કસ્ટડીમાં રાખવો સુરક્ષીત જણાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે અગાઉ તેમની સ્થિતિને જોતા હોસ્પીટલમાં તપાસ અને સારવારનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાનની શાહબાઝ સરકારે આ ફેસલા સામે પુનઃવિચારની અરજી દાખલ કરી હતી. જેને રજીસ્ટ્રાર કાર્યાલયે વાંધા સાથે પરત કરી હતી. દરમ્યાન ઈમરાનખાનને બની ગાલા ખસેડવા અને વિદેશમાં સારવાર કરાવવાનાં વિકલ્પો પર પણ ચર્ચા કરાઈ હતી. પીટીઆઈનુ કહેવુ છે કે જેલની પરિસ્થિતિ ઈમરાનખાનની તબીયત પર અસર કરી રહી છે.
જોકે 6 ડોકટરોની ટીમે મેડીકલ તપાસ બાદ કહ્યું હતું કે ઈમરાનખાનને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર નથી તેમને જેલમાં સુરક્ષીત રાખી શકાય છે. બાદમાં જેલ અધિકારીઓએ તેમને જેલ મોકલ્યા હતા.

