Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, Rajya Sabha માં કેન્દ્ર સરકારની કબૂલાત
    રાષ્ટ્રીય

    5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, Rajya Sabha માં કેન્દ્ર સરકારની કબૂલાત

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.14

    છેલ્લા 5 વર્ષ દરમિયાન બેન્કોએ રૂ. 9.90 લાખ કરોડ એટલે કે રૂ. 10 લાખ કરોડ જેટલી રકમની માંડવાળ કરી હોવાની સરકારે રાજ્યસભામાં કબૂલાત કરી છે.  આ બેડ લોન સામે તે  ફક્ત 18 ટકા એટલે કે રૂ. 1.85 લાખ કરોડની રકમ જ રિકવર કરી શકી છે.  આશ્ચર્યની વાત તો એ છે કે જાહેર ક્ષેત્રની બેન્કો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) એક્ટ હેઠળ આવતી હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ એનસીએલટીમાં સેટલમેન્ટ થયું હોય તેવા મોટા ડીફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો છે.

    એસબીઆઈએ મોટા ડીફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો

    આ મોટા ડીફોલ્ટરોએ એનસીએલટી હેઠળ બેડ લોનની ચૂકવણીમાં જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. મોટા ડીફોલ્ટરોના નામ છૂપાવી રાખવાની પરંપરાને જાળવતા એસબીઆઈએ છેલ્લા 7 વર્ષ દરમિયાન મોટા ડીફોલ્ટરોને રૂ. 1,30,105 કરોડની લોનમાં 65 ટકા હેરકટ સ્વીકારતા તે રૂ. 84,039 કરોડની રકમ જ વસૂલી શકી છે. પૂણે સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એસબીઆઇના શેરધારક વિવેક વેલંકરે એજીએમમાં તેની પાસેથી આ માહિતી માંગી હતી. તે સમયે એસબીઆઈએ 2016-17થી 2023-24 દરમિયાન રૂ. 100 કરોડથી વઘુ રકમના મોટા ડીફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો.

    બેન્ક તેના ગ્રાહકની માહિતી આપવા માટે બંધાયેલી નથી : એસબીઆઇ

    આ ઉપરાંત તેમણે બેડલોન જાહેર થયા પછી કેટલી રકમ તેમાથી રિકવર કરવામાં આવી હતી તે પણ સવાલ પૂછ્‌યો હતો. વિવેકને માહિતી આપવાનો ઇન્કાર કરતાં બેન્કે જણાવ્યું હતું કે એસબીઆઇ એક્ટ 1955ના સેકશન 44 હેઠળ બેન્ક તેના ગ્રાહકની માહિતી આપવા માટે બંધાયેલી નથી. છેલ્લા 8 વર્ષમાં એસબીઆઈએ રૂ. 100 કરોડથી વઘુ રકમના લોનના ડીફોલ્ટરોની કુલ રૂ. 1,44,535 કરોડની રકમ માંડવાળ કરી છે. તેમાથી તેને ફક્ત 12 ટકા એટલે કે રૂ. 17,584 કરોડની રકમ જ મળી છે.

    ડીફોલ્ટરના નામ અંગે એસબીઆઇની પોલિસી દર વર્ષે બદલાય છે

    એસબીઆઈએ 2020માં અચાનક જ વેલંકરને મોટા ડીફોલ્ટરોના નામોની યાદી આપી હતી. તેમા આલોક ઇન્ડસ્ટ્રીઝ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, આઇઆરવીસીએલ અને વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. આનો અર્થ એવો કરી શકાય કે ડીફોલ્ટરના નામ અંગે એસબીઆઇની પોલિસી દર વર્ષે બદલાય છે. કોઈ સામાન્ય ધિરાણ લેનાર નાદાર જાહેર થાય તો બેન્ક તેનું નામ પ્રકાશિત કરે છે અને તેની બધી જ વિગતો અખબારોમાં જાહેરખબરના ‌સ્વરૂપમાં પ્રકાશિત કરે છે. પણ જ્યારે મોટા ડીફોલ્ટરના નામની વાત આવે છે ત્યારે બેન્ક નામ છૂપાવે છે. આમ બેન્કના મોટા અને નાના ૠણકર્તાઓને લઈને બેવડા કાટલા છે.

    RBI અને કેન્દ્રીય નાણા મંત્રાલયે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવ્યો

    મોટા ડીફોલ્ટરો સામે આકરા પગલાં લેવાના બદલે રિઝર્વ બેન્ક અને કેન્દ્રીય નાણા મંત્રાલયે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં પોતે મંજૂર કરેલી લોન બેડ લોન થશે તેવું જાણતા હોવા છતાં તેને મંજૂરી આપનારા વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કોઈ પગલાં અત્યાર સુધી લેવાયા નથી. જ્યારે કોઈ લોન બેડ લોન જાહેર થાય ત્યારે બેન્કની બેલેન્સ શીટમાંથી એસેટ તરીકે તેની બાદબાકી થાય છે, કારણ કે બેન્કને કોઈ રકમની વસૂલાતની આશા હોતી નથી. બેન્કો તેની ટેક્સ મેનેજમેન્ટ ક્લીનઅપ પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયા કરે છે, પરંતુ તેના લાભાન્વિતો કેટલાક મોટા ઉદ્યોગગૃહો છે.

     

    central government Government-Banks Rajya-Sabha RTI SBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.