New Delhi, તા.10
ભારતીય રેલવેએ છેલ્લા પાંચ વર્ષમાં માર્કેટ બોરોઇંગ અને લોનની ચૂકવણી પેટે આશરે 1.93 લાખ કરોડ રકમ પરત કરી છે. રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આ અંગે મહત્ત્વની જાણકારી શેર કરી હતી. રેલવે પ્રધાને વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, રેલવેએ આ રકમ લોન દેનારા વિભાગને પરત કરી દીધી છે. અન્ય રકમ નાણા મંત્રાલયને પેમેન્ટ તરીકે ચૂક્તે કરી દીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી રેલવે માર્કેટમાંથી લીધેલી લોનથી એક અંતર બનાવીને રાખતા આની એક અસર જોવામળી રહી છે. કોરોના બાદ એક મોટા સ્કેલ પર કામ કરવાનું અને મોટા પ્રોજેક્ટ થકી પ્રગતિ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
આ માટે સરકાર રેલવેની સર્વિસ અને જરૂરી અન્ય વસ્તુઓ પર વધારે પૈસા ખર્ચ કરી રહી છે. રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની લોન ચૂક્તે કરવા કેટલાક મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપ્યું છે.
આ સાથે સર્વિસ ઉપર પણ ફોક્સ કરવા પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકારે રેલવે બજેટ માટે મોટી રકમ ફાળવી છે. આ પૈસાનો ઉપયોગ રેલવેની પાયાની સુવિધાને સુધારવા માટે થઈ રહ્યો છે.
હવે સરકારે બજેટમાં વધારો કરતા એ બજેટની રકમનો ઉપયોગ અહીં થઈ રહ્યો છે. આનાથી રેલવેને માર્કેટમાંથી લોન લેવાની ખાસ કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી અને જે જરૂરિયાત ઊભી થઈ છે એ ખૂબ ઓછી થઈ રહી છે. કોરોના જેવી મહામારીમાં આર્થિક મુશ્કેલીઓ પડી હતી તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ લોન ચૂક્તે કરવા પાછળ મોટી રકમ ખર્ચી છે.
રેલવેએ લોન ચૂક્તે કરી દીધી છે એનાથી લાંબા અંતરની ટ્રેનના ભાડામાં ઘટાડો થશે એવું સરકારે સ્પષ્ટ કહ્યું નથી. હાલમાં જે કરોડો રૂપિયાનું દેવું ચૂક્તે કર્યું એનો અર્થ ટ્રેનના ભાડામાં વધારો ઘટાડો કરવાનો કે અન્ય રીતે વસૂલ કરવાનો હેતું સરકારનો બિલકુલ નથી, જોકે છેલ્લા ચારેક વર્ષથી બજેટમાં વિશેષ ફાળવણીને કારણે રેલવેની કેટલીક સર્વિસને સારી રીતે રન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

