ડેમચોક, ડેપસાંગ બે વિવાદિત પોઇન્ટ પરથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ
New Delhi, તા.૧
ભારત અને ચીન વચ્ચે સરહદી સમજૂતી અને વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકો હટાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર જોવા મળી રહ્યો છે. બન્ને દેશોના સૈનિકોએ ગુરુવારે દિવાળીના અવસર પર વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પરના કેટલાક સરહદી પોઇન્ટ્સ પર મીઠાઈની આપ-લે કરી હતી.ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો મુદ્દો બનેલા ડેમચોક અને ડેપસાંગ વિસ્તારમાંથી બંને દેશોના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ન્છઝ્ર સાથેના પાંચ બોર્ડર પર્સનલ મીટિંગ (મ્ઁસ્) પોઈન્ટ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે દિવાળીના અવસર પર મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. બંને પક્ષોના સૈનિકોએ ડેમચોક અને ડેપસાંગ બે વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ આ પોઇન્ટ્સ પર પેટ્રોલિંગ શરૂ થઈ જશે. જોકે, સૈનિકો પાછા ખેંચાયા પછી ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે અને ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે પેટ્રોલિંગની પદ્ધતિ નક્કી કરવાની બાકી છે. જોકે બન્ને દેશો વચ્ચે સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત ચાલુ રહેશે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ૨૧ ઓક્ટોબરે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે અઠવાડિયાની વાતચીત બાદ ભારત અને ચીન વચ્ચે સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ૨૦૨૦માં ઉદભવેલા મુદ્દાઓને ઉકેલવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં ન્છઝ્ર સાથે સૈનિકોના પેટ્રોલિંગ અને છૂટાછવાયા મુદ્દાઓને લગતા કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, જે ચાર વર્ષથી ચાલતી આવતી મડાગાંઠને સમાપ્ત કરવાની દિશામાં એક મોટી સફળતા છે. ન્છઝ્ર પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચેના કરાર પર, વિદેશમંત્રી એસ જયશંકરે ૨૭ ઓક્ટોબરે કહ્યું હતું કે સૈનિકોને પાછા હટાવવા એ પહેલું પગલું છે. હવે પછીનું પગલું તણાવ ઘટાડવાનું છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ન્છઝ્ર (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર ભારત અને ચીન તરફથી સૈનિકો હટાવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કરારમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચરાઈને લગતા અધિકારોનો સમાવેશ થાય છે. આ સર્વસંમતિના આધારે, પાછા ફરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે ફક્ત પુનરાગમનથી આગળ વધવાનો પ્રયાસ કરીશું, પરંતુ તેના માટે થોડી વધુ રાહ જોવી પડશે.

