Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

    June 25, 2026

    Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો

    June 25, 2026

    Rajkot Sardar ની કિંમતી નવ વિઘા જમીનનો ભુમાફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી લીધો

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ
    • Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો
    • Rajkot Sardar ની કિંમતી નવ વિઘા જમીનનો ભુમાફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી લીધો
    • Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મનાવાતુ મહોરમનું પર્વ,રાત્રે ઝુલુશ,કાલે આશુરા
    • Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું
    • Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
    • Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી
    • Veraval માં ગુમ થયેલ 1 તોલાની સોનાની વીંટી મુળ માલિકને પરત આપતી પોલીસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    લેખ

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026Updated:June 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મિત્તલ ખેતાણી

    વાંચન વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.

     વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે.

    વાંચન, કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક, વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. વાંચન માટે પુસ્તક એ સૌથી જૂનું અને પ્રચલિત માધ્યમ છે જે આજે ડીજીટલી પણ ઉપલબ્ધ છે. પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં કોઈ ને કોઈ ખજાનો છુપાયેલો છે. વાંચનનું મહત્વ વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે. પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય, વાંચનથી વિચારોને મોકળાશ મળે છે. વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે. જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે, અને યોગ્ય વિચાર કે વિચારોની મોકળાશ એ વાંચનથી જ શક્ય છે. ગેરીસન કેઈલર નામનાં એક પ્રસિદ્ધ વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ સરસ વાક્ય કહ્યું છે, પુસ્તકોનાં વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવે છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે. વાણીમાં વિનય અને વિવેક આવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે અને વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે. જો બાળકને નાનપણથી જ વાંચવાની આદત શીખવાડવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસે છે, જેમકે પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સામાજિક નીતિઓ શીખવવામાં આવી છે. સરળ શબ્દો અને રમુજી પાત્ર દ્વારા બાળકને જીવનનો અગત્યનો પાઠ શીખવી શકાય છે. બાળક જો નાનપણથી જ પુસ્તક વાંચશે તો એનાં જ્ઞાનમાં વધારો થશે તદ્દઉપરાંત બાળકનાં વિચારો તેની ઉંમરનાં સામાન્ય બાળક કરતાં વધારે મૌલિક જોવા મળશે. વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવશે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. વાંચન થકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા, દયા,સદ્દભાવના,ભાઈચારો,વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે. પુસ્તકમાંથી મળતી હકારાત્મક ઊર્જા વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.

    –        મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

     

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે

    June 24, 2026
    લેખ

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026
    લેખ

    તંત્રી લેખ… પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે

    June 24, 2026
    લેખ

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    ધાર્મિક

    ગુરુવારે શિવયોગમાં Bhim Agiaras and Vedamata Gayatri જયંતિ

    June 23, 2026
    લેખ

    તંત્રી લેખ… બેદરકારીની આગ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

    June 25, 2026

    Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો

    June 25, 2026

    Rajkot Sardar ની કિંમતી નવ વિઘા જમીનનો ભુમાફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી લીધો

    June 25, 2026

    Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મનાવાતુ મહોરમનું પર્વ,રાત્રે ઝુલુશ,કાલે આશુરા

    June 25, 2026

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

    June 25, 2026

    Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો

    June 25, 2026

    Rajkot Sardar ની કિંમતી નવ વિઘા જમીનનો ભુમાફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી લીધો

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.