New Delhi,તા,22
માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) માં રોકાણને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે નવા નિયમો લાગું કર્યા છે. 1 સપ્ટેમ્બરથી લાગું થનારા આ નિયમો હેઠળ ETFની બેઝ પ્રાઇસ (આધાર કિંમત) નક્કી કરવાની પદ્ધતિ બદલવામાં આવશે.
હવે બેઝ પ્રાઇસ અગાઉનાં ટ્રેડિંગ દિવસનાં છેલ્લાં 30 મિનિટની સરેરાશ કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જો તે સમયગાળા દરમિયાન કોઈ ટ્રેડિંગ ન થયું હોય, તો દિવસની છેલ્લી ટ્રેડિંગ કિંમતને આધાર બનાવવામાં આવશે.
બીજી તરફ, જો આખા દિવસ દરમિયાન કોઈ ટ્રેડિંગ નહીં થાય, તો ETFની નેટ એસેટ વેલ્યુને આધાર માનવામાં આવશે. સેબી એ કોમોડિટી ETF માટે વિશેષ કોલ ઓક્શન વ્યવસ્થા પણ શરૂ કરી છે, જેનાથી રોકાણકારોને વધુ યોગ્ય કિંમત મળી શકશે.

