Jamnagar તા.16
ઈરાન-અમેરિકા યુધ્ધમાં હોર્મુઝની ખાડીમાંથી કુંડના પરિવહનમાં વિક્ષેપ સર્જાવાના કારણે આગામી દિવસોમાં ઈધણની સ્થિતિની અનિશ્વિતતાઓ ‘વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ઈધણની કરકસરનો -અનુરોધ કરીને પોતે પણ તે વાત આચરણમાં લીધી છે.
ત્યારે જામનગર મહાનગરપાલિકાને પીએમ-ઈ બસ યોજના હેઠળ ભેટ મળેલી પચ્ચીસ ઈલેકટ્રીક બસો દોડતી કરીને ઈંધણની બચત શ કરવામાં આવશે. આ માટેની જરી તમામ માળખાગત તૈયારી પુરી થઈ ચુકી છે. એજન્સી નિમાઈ ચુકી છે. એક અઠવાડીયામાં શ થાય. તેવો માત્ર ડ્રાઈવરો આવે એટલે કામગીરી ઈશારો તંત્રએ આપ્યો છે.
શહેરી પ્રદુષણ ઘટાડવા અને વિકસી રહેલા શહેરના દુરના વિસ્તારોને કનેક્ટિવીટી આપવા માટે કેન્દ્ર સરકારના પીએમ ઈ-બસ પ્રોજેક્ટ હેઠળ જામનગર મહાનગરપાલિકાને 50 ઈલેકટ્રીક બસો આપવામાં આપવાની જાહેરાત થયા બાદ હાપા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં 1 લાખ ચોરસ ફુટમાં રૂ.13.05 કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળું પીએમ જેમાં 65 બસો માટે પાર્કિંગ સુવિધા છે. ઈ-બસ પોર્ટ ઉભું કરવામાં આવ્યું છે.
12 બસો એક સાથે ચાર્જિંગમાં મુકી શકાય તેવી વ્યવસ્થા છે. આ માટે પીજીવીસીએલનું 2500 કે. વી.નું વીજ કનેકશન લેવામાં આવ્યું છે.ઉપરાંત બસ સ્ટેશનમાં ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન માટે માસિક 50 કીલોવોટ વીજળી પેદા કરે તેવા સોલાર રૂફ ટોપ નંખાશે. ઉપરાંત આ ઇ બસ પોર્ટેમાં આધુનિક ફાયર ફાયરિંગ સેફ્ટી મૂકવામાં આવી છે.આનુસંગિક તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી જણાવે છે કે, આગામી દોઢેક માસમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઈ-બસ યોજનાની બીજી રપ બસો મ્યુ. કોર્પોરેશનને મળશે. જે બાદ શહેરની પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમ 100 ટકા ઈલેક્ટ્રીક ઉર્જા દ્વારા ચાલતા વાહનોથી થશે. એ જ ધ્યેયથી ઈ-બસ પોર્ટમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ સીટી બસોના સંચાલન માટે કંપની સ્થાપવાની કેન્દ્ર સરકારની પોલીસી મુજબ મ્યુ. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડએ ગત ઓક્ટોબર-ર0રપમાં ઠરાવ દ્વારા બહાલી આપ્યા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેની કંપની રચાઈ છે, જેનું નામ જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે. જેના સીઈઓ હોદ્દાની રૂએ મ્યુ. કમિશનર છે.
જ્યારે ડિરેક્ટરોમાં જિલ્લા પોલીસ વડા, ડે.કમિશનર, ચીફ ફાયર ઓફીસર, જાડાના ચેરમેન, આરટીઓના મુખ્ય અધિકારી, એસટીના ડિવીઝનલ મેનેજર, સીટી ઈજનેરનો સમાવેશ થાય છે. આ કંપની હેઠળની ઓર્ગેનાઈઝીંગ કમિટીમાં 12 સભ્યો છે, જેમાં પણ હોદ્દાની રૂએ ડેપ્યુટી મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ છે

