Bhavnagar ,તા.૨૭
Bhavnagar એસઓજી પોલીસ દ્વારા વારંવાર માદક પદાર્થો અને કેફી પીણાનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે, ત્યારે ફરી એક વખત શહેરમાંથી એસઓજીની ટીમે પ્રતિબંધિત નશાકારક સિરપનો મસ મોટો જથ્થો હાથ લાગ્યો છે.
Bhavnagar એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે નારી ચોકડી વિસ્તારમાં નશાકારક પ્રતિબંધિત સિરપનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું અને જેને લઈને પોલીસે રેકી હતી. પોલીસે નારી ચોકડી પાસે આવેલા રોયલ ઓટો ગેરેજમાં રેકી કરી હતી. જેથી રેકી દરમિયાન પોલીસને ત્યાંથી મોટો જથ્થો નશાકારક પ્રતિબંધિત સિરપનો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે બે શખ્સોને ઝડપીને તેમના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar એસઓજી પોલીસે નારી ચોકડી ખાતે ગેરેજ ધરાવતા અફઝલ રજાકભાઈ ખોરજીયા અને મોહમ્મદ ફારુક રફીકભાઈ મોમીનના કબ્જામાંથી ૫૯૨ જેટલી કોડેઇન ફોસ્ફેટ તત્વ ધરાવતી સીરપનો જથ્થો ઝડપી લીધો હતો. જેની કુલ કિંમત ૧,૦૧,૬૮૦ થવા જાય છે. બંને પકડાયેલા શખ્સો ભાવનગરના મોમીનવાડના રહેવાસી છે. પોલીસે કુલ ૫૯,૨૦૦ એમએલ સિરપનો જથ્થો ઝડપી લીધો છે, અને આગળની કાર્યવાહી વરતેજ પોલીસ સ્ટેશનને સોંપી છે.
Trending
- 03 જૂનનું રાશિફળ
- Rajkotમાં પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું
- Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
- Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત
- યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
- Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

