જીતુ પરમાર
Mangrol, તા.૨૫
માંગરોળના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાઓ લગતા લોકોમાં ભય ફેલાયો છે, દેરવાવ વિસ્તારમાં આહમદભાઈ પટેલના ઘરે દીપડાએ ઘૂસી હુમલો કરતાં બે બકરાનું મારણ કર્યું, જ્યારે એક નાનકડા બકરાના બચ્ચાને ઉઠાવી લઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છ
સ્થાનિકો દ્રારા વન વિભાગને તુરંત પાંજરું મુકવાની, દીપડાને પકડવા માટે અસરકારક કાર્યવાહી કરવાની તેમજ વિસ્તારના લોકો અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. દીપડાને પગલે લોકો ઘર ની બહાર નિકળતા લોકો અને શાળાએ જતા બાળકોમાં પણ ભય ફેલાયો છે, થોડા દિવસ પહેલા માંગરોળ ના મીઠીવાવ રહેણાક વિસ્તારમાંથી વન વિભાગે એક દીપડાને પાંજરે પુરાયો હતો ત્યારે આજે પણ
દેરવાવ વિસ્તારમાં બે બકરાનો મારણ કરતા લોકો મા ભય ફેલાયો છે, સ્થાનિકોએ વન વિભાગ પાસે પશુપાલકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર વહેલી તકે ચૂકવવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

