Bhavnagar, તા. 19
ભાવનગર જિલ્લાના તળાજા નો બૃહદગીર તરીકે સમાવેશ થાય છે.અહીંનો દરિયાકાંઠા નો ખાસ કરીને સરતાનપર થી ઉપર ઝાંઝમેર, મધુવન મેથળા વિસ્તારમાં સાવજો વિચરણ કરે છે તો તલાજી શેત્રુંજી નદીનો તટીય વિસ્તાર, શેત્રુંજી કેનાલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જેને લઈ ગીર ના ઘેઘુર જંગલ અથવા તો ડિસ્કવરી ચેનલો પર જોવા મળતા સિંહ દીપડાના દ્રશ્યો તળાજા શહેર થી બિલકુલ નજીક જોવા મળી રહ્યા છે.
તળાજા શહેરથી આગળ પાલીતાણા રોડપર ચડતા માખણીયા અને શોભાવડ સર્વે ની વાડીઓ આવે છે.અહીં મોટાભાગે પાણીનું સુખ છે.અહીં શેરડીના વાઢથી લઈ આંબા સહિતના બાગાયતી પાક સાથે લીલા ખેતરો બારેમાસ જોવા મળે છે.
જે હિંસક પશુઓને રહેવા માટે શીતળતા આપે છે.આ વિસ્તારમાં વાડીઓ ધરાવતા ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતુંકે દીપડા દ્વારા કરાયેલ મારણ અને દીપડો અને બચ્ચાઓ દ્વારા મારણની મિજબાનીના રુવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રોડપર જ દીપડો બેસી ગયો હોય અહીંથી ચાલવા કે વાડીમા પાણી વાળવા જવાનું પણ ખેડૂતોએ ટાળ્યું હતુ.બે બચ્ચા સહિત પાંચેક દિપડા અહીં વિચરણ કરતા હોવાનુ સ્થાનિક ખેડૂતો નું માનવું છે.
એક ખેડૂત એ જણાવ્યું હતુ કે પોતે વાડીએ હતા ત્યારે સાવજ હુકવાનો અવાજ સાંભળવા મળ્યો હતો. સાવજ ના હુકવા નો અવાજ અહીં પ્રથમ વખત સાંભળવા મળતા પાલીતાણા રોડથી શોભાવડ તરફ જતા રસ્તાપર ની ઝાડી અથવા તો વાડીમાંથી આવતો હતો.
ફોરેસ્ટ દ્વારા આગોતરૂ આયોજન જરૂરી
તળાજા પોલીસ સ્ટેશન સામે આવેલ સોસાયટીમાં બે દિવસ પહેલાજ દીપડો દેખાયા ના મામલે લોકો એકઠા થયા હતા.બરાબર તેમની વિરોધ દિશા પાલીતાણા ચોકડી નજીક પાંચેક દીપડા વસે છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. તળાજા મા દીપડા આવી ચુક્યા છે જે ભવિષ્યમાં સંખ્યા વધતા બિલકુલ માનવ વસાહતમાં આવી ને લોકોને રંજાડી શકે છે.આથી ફોરેસ્ટ વિભાગે માનવ અને દીપડા વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે આગોતરું આયોજન કરવા નક લાગણી સાંભળવા મળી રહી છે.

