Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    • Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    • Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું
    • Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
    • KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની
    • PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Russia and Ukraine વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુધ્ધ વિરામ લાગુ
    આંતરરાષ્ટ્રીય

    Russia and Ukraine વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુધ્ધ વિરામ લાગુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 19, 2025Updated:March 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia,તા.19

    રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુધ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે, રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. જોકે, આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકવા માટે રશિયા-યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે.

    આ તમામ શરતોને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને માનવી પડશે. અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી વાતચીત બાદ આ શરતો પર સંમતિ હતી. આ કરાર હેઠળ યુધ્ધ વિરામને પ્રભાવી બનાવવા માટે અને શાંતિની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલા-બદલીની સંમતિ બની ચુકી છે. બંને દેશોના 175-175 બંધકો મુક્ત કરવામાં આવશે. આ સિવાય, રશિયાએ સદભાવના દર્શાવતા 23 ગંભીર રૂપે ઈજાગ્રસ્ત સૈનિકોને કીવને સોંપવાનો નિર્ણય લીધો છે. આ પગલાને શાંતિ વાર્તા આગળ વધારવા માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કેદીઓની મુક્તિ થવાથી બંને દેશો વચ્ચે વિશ્ર્વાસ વધશે અને સંઘર્ષ વિરામના સ્થાયી સમાધાન તરફ એક મજબૂત આધાર તૈયાર થશે.

    રશિયા અને યક્રેન વચ્ચે બ્લેક સીમાં ચાલી રહેલાં તણાવને ઓછો કરવા માટે પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને બ્લેક સીમાં વ્યાપારિક જહાજો અથવા અન્ય સમુદ્રી સંપત્તિઓ પર હુમલો ન કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણયથી બ્લેક સીના માધ્યમથી થતો વૈશ્વિક વ્યાપાર સુરક્ષિત રહેશે અને યુક્રેનને જરૂરી સામાન અને સૈન્ય સહાય પૂરી પાડી શકાશે.

    હાલ, 30 દિવસો માટે યુધ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ, તેના સ્થાયી સમાધાન માટે રશિયા અને યુક્રેન વચ્ચે આગળ હજુ ઊંડાણપૂર્વક વાતચીત થશે. આ મુદ્દાને લઈને રશિયા અને અમેરિકાએ એક સંયુક્ત નિષ્ણાત સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે, જે યુધ્ધવિરામને સ્થાયી રૂપે લાગુ કરવા માટે સમાધાન શોધશે. આ કરાર હેઠળ યુક્રેનને કોઈપણ પ્રકારની નવી સૈન્ય ભરતી રોકવી પડશે અને હથિયારો ભેગા કરવાનું પણ બંધ કરવું પડશે.

    યુધ્ધ દરમિયાન રશિયા અને યુક્રેન એકબીજાના ઊર્જાના મુખ્ય માળખા પર હુમલો કરતા હતાં. હવે પુતિન અને ઝેલેન્સ્કી એ વાત પર સંમત છે કે, ઊર્જા વિસ્તાર પર હુમલાને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવે. આ કરારનો ઉદ્દેશ યુક્રેન અને રશિયા બંનેની અર્થવ્યવસ્થા સ્થિર બનાવવા અને યુરોપમાં ઊર્જા સંકટને ઓછો કરવાનો છે. રશિયા અને અમેરિકા આ મામલે એક લાંબા ગાળાના ઊર્જા કરાર પર કામ કરશે, જેનાથી ભવિષ્યમાં ઊર્જા સેક્ટરને સુરક્ષિત કરી શકાય.

    રશિયા અને યુક્રેન બંને આ વાત પર સંમત થયા છે કે, આ કરારનું ઉલ્લંઘન નહીં કરવામાં આવે. જો કોઈપણ પક્ષ સંધિનું ઉલ્લંઘન કરે છે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ કરાર ફક્ત અસ્થાયી યુધ્ધવિરામ સુધી સીમિત નહીં રહે પરંતુ, તેને સ્થાયી શાંતિની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

    Russia and Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026

    Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું

    April 18, 2026

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.